યાદવશ્રેષ્ઠ અક્રૂરજીની અનન્ય કૃષ્ણભક્તિ

ભગવાન શ્રીકૃષ્ણના કાકા અક્રૂર સાત્વત વંશમાં ઉત્પન્ન વૃષ્ણિના પૌત્ર હતા. તેમના પિતાનું નામ શ્વફલ્ક હતું. તેમને જ્યંત નામથી પણ ઓળખવામાં આવતા હતા. તેમના લગ્ન કાશીના રાજાની પુત્રી ગાંદિની સાથે થયા હતા. એટલે તેમને પિતાના નામ પરથી શ્વાફલ્કિ અને માતાના નામ પરથી ગાંદિનીનંદન એવા નામથી પણ બોલાવાતા હતા. અક્રૂર કંસના પિતા ઉગ્રસેનના દરબારમાં એક દરબારી તરીકે […]