Khyatikand ના પીડિતો-બોરીસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ

Mahesana,તા,14 કડી તાલુકાના બોરીસણામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેના લીધે બે દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ મામલે ભોગ બનનારા 17 પીડિતોને ન્યાય આપવવા અને આરોપી સામે વધુ […]

Ahmedabad: આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ હતી જેમાં શું રંધાયુ તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો

Ahmedabad,તા,14 ખ્યાતિ હોસ્પિટલમાં નાણાં કમાવવાની લ્હાયમાં દર્દીઓના જીવ સાથે રમત રમાઇ રહી હતી ત્યારે હવે આ પ્રકરણ ચગ્યુ છે. આરોગ્ય વિભાગ પર ચારેકોરથી ટીકાઓ વરસી છે તેમ છતાંય એક સવાલ ઉઠ્યો છે કે, આ ઘટના પર ઠંડુ પાણી રેડી દેવાશે કે પછી પિડીતોને ન્યાય મળશે? આ ઉપરાંત આજે સચિવાલયમાં આરોગ્યમંત્રીના કાર્યાલયમાં પોલીસ સાથે બેઠક થઇ […]

Khyati Hospital મામલે રાજ્ય આરોગ્ય વિભાગ તપાસ કરી આરોગ્ય કમિશનરને સોંપાશે રિપોર્ટ

Ahmedabad,તા.13 ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર બારોબાર હૃદયમાં સ્ટેન્ટ  નાંખી દેવાના વિવાદાસ્પદ પ્રકરણની તપાસ કરવા રાજ્ય આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. યુ. એન. મહેતા  અને   સોલા સિવિલ  હોસ્પિટલના તજજ્ઞોની એક ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. દર્દીઓને ખરેખર એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની જરૂર હતી તેની તપાસ કરવામાં આવશે. તમામ પ્રકરણની તપાસનો રિપોર્ટ આરોગ્ય કમિશનરને સુપરત કરવામાં […]