Jamnagar માં બુજુર્ગનો બીમારીથી કંટાળી જઈ આપઘાત

Jamnagar તા ૧૭ જામનગર માં ન્યુ જેલ રોડ પર પ્રેમચંદ કોલોની શેરી નંબર બે માં રહેતા કિશોરસિંહ ભરતસિંહ રાઠોડ નામના ૬૦ વર્ષના બુઝુર્ગ કે જેઓએ પોતાની બીમારીથી કંટાળી જઈ પોતાના રૂમમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે સિદ્ધરાજસિંહ ભરતસિંહ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે બનાવના […]

Jamnagar કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકાર્યો

Jamnagar,તા.17  જામનગરમાં ટ્રાફિક નિયમોના પાઠ ભણાવતા તંત્રની વિચિત્ર કામગીરી સામે આવી છે. શહેરના પીડબલ્યુડી કચેરી પાસે બોલેરો કાર ચાલકને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ રૂપિયા 500નો દંડ ફટકારવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 11:20 વાગ્યે નરશી મેઘાભાઈ સાદીયા નામના કાર ચાલકને જી.જે.10 જી.એ. 0077 નંબરની બોલેરો કારમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા પકડવામાં […]

Jamnagar ટ્રકે દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી મહિલાઓને અડફેટે લીધી

Jamnagar,તા.17  જામનગર જિલ્લાના જોડિયાના બાલંભા ગામના પાટીયા પાસે આજે (17મી ફેબ્રુઆરી) વહેલી સવારે એક ટ્રક ચાલકે મહિલા પદયાત્રીઓને અડફેટે લીધી હતી. દેવભૂમિ દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી સાંતલપુરના બકુત્રા ગામની ત્રણ મહિલાઓ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ સમગ્ર મામલે જોડિયા પોલીસ તપાસ શરૂ […]

Jamnagar માં બેફામ ગતિએ આવતી કારે ત્રણ સ્કૂટરોને અડફેટે લેતા ભારે અફડાતફડી

Jamnagar,તા.17 જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને બેફામગતિએ કાર ચલાવતાં અકસ્માતે કાર પલટી મારી ગઈ હતી, અને આડે પડખે થઈ હતી. જેથી કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી. ઉપરાંત કાર ત્રણ સ્કૂટર સાથે પણ ટકરાઈ હતી, અને નુકસાની થઈ હતી. જેમાં પણ એક યુવક ઘાયલ થયો […]

Jamnagar ના યુવાન પર ધારદાર હથીયારના ઘા જીકાતાં ભારે નાસભાગ : યુવાન ગંભીર રીતે ઘાયલ

Jamnagar,તા.17 જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ગઈ રાત્રે એક યુવાન પર કેટલાક શખ્સો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેવાયો હતો, જેના કારણે ભારે નાસભાગ થઈ હતી. ચારથી પાંચ શખ્સો દ્વારા તિક્ષણ હથિયારના એકથી વધુ ઘા ઝીંકી દેવાતાં માનવ વઘોરા નામના 31 વર્ષના સ્થાનિક યુવાનને શરીરના અનેક ભાગોમાં હથીયારના ઘા વાગ્યા હતા, અને લોહી લુહાણ બન્યો હતો. […]

Jamnagar માં ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

Jamnagar,તા.17  જામનગરમાં ટાઉનહોલ વિસ્તારમાંથી તાજેતરમાં એક બાઈકની ચોરી થઈ હતી, જે વાહનચોર તસ્કર બેલડીને પોલીસે ઝડપી લીધી છે અને ચોરાઉ બાઈક કબજે કર્યું છે. જામનગરમાં ટાઉનહોલ સર્કલ નજીક પારસી અગિયારી પાસેથી એક યુવાનનું બાઇક ચોરી થઈ ગયું હતું, જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે જુદા-જુદા સીસીટીવી […]

Jamjodhpur ના તરસાઈ ગામમાં રેતી ભરવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર

Jamnagar,તા.17 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા મેસુરભાઈ રાજાભાઈ કોડીયાતર નામના 35 વર્ષના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા રાજાભાઈ ઉપરાંત પુત્ર બ્રિજેશ અને ભાઈ રામાભાઇ ઉપર હુમલો કરવા અંગે જામજોધપુર પોલીસમાં 4 સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને જામજોધપુર પોલીસે ચાર આરોપીઓ વિજય લાખાભાઈ મુછાર, […]