Jamnagarમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીને મળી સફળતા

Jamnagar,તા.03  જામનગર શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલી લાખો રૂપિયાની માલમત્તાની ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને મહત્વની સફળતા સાંપડી છે, અને ચોરાઉ માલમતા સાથે એક તસ્કરને અટકાયતમાં લઈ લીધો છે. જ્યારે તેના ફરાર થઈ ગયેલા અન્ય એક સાગરીતની શોધખોળ ચલાવાઇ રહી છે. આ બનાવની હકીકત એવી છે કે, ગત તા.20.02.2025 ના રાત્રી દરમ્યાન પ્રફુલભાઇ રમણીકભાઈ […]

Jamnagarની ન્યુ સાધના કોલોનીમાં ઘર વિહોણા ફલેટ ધારકોએ આશરો આપવા ધારાસભ્યને કરી રજૂઆત

Jamnagar,તા.03  જામનગરની ન્યુ સાધના કોલોની એલઆઈજી બ્લોક નંબર 264 તથા 108 ના તમામ ફ્લેટ ધારકો કે જેના ફ્લેટ જર્જરિત થઈ જતાં મહાનગરપાલિકાએ તાત્કાલિક ખાલી કરાવી દીધા છે, અને છેલ્લા એક વર્ષથી તમામ રહેવાસીઓ ઘર વિહોણા બન્યા છે. તેઓને ન્યાય આપવા માટે જામનગર 79- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સમક્ષ રજૂઆત કરાઈ છે, તેમજ જિલ્લા કલેકટરને […]

Jamjodhpur ના વનાણાં ગામમાં બાઈક સવારનો રસ્તે રઝળતા ઢોરે જીવ લીધો

Jamnagar,તા.03 જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા 50 વર્ષના આઘેડ કે જેઓના બાઈકની આડે ઢોર ઉતરતાં નીચે પટકાઇ પડવાથી ગંભીર ઇજા થઈ હતી, અને સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા મુળુભાઈ દુદાભાઈ બેરા નામના 50 વર્ષના આધેડ કે જેઓ ગત 23 તારીખે સવારે […]

PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાત લીધી

Jamnagar,તા.૨ વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લીધી હતી પ્રસંગે મુકેશ અંબાણી પણ હાજર રહ્યાં હતાં.  જામનગરથી ૩૦ કિમી દૂર રિલાયન્સ રિફાઈનરીમાં પ્રાણીઓની સંભાળ, પુનર્વસન અને સારવાર માટે અનંત અંબાણીએ ‘વનતારા’ નામને મહત્વનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. વનતારા ૩૦૦૦ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટમાં […]

PM નરેન્દ્ર મોદી આજે સાંજે ૭.૩૦ કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યાં

Jamnagar,તા.૧ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (૧ માર્ચ, ૨૦૨૫) સાંજે જામનગર પહોંચ્યા છે. તેઓ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. જણાવી દઈએ કે, આ દરમિયાન તેઓ જામનગર અને ગીર સોમનાથની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૭.૩૦ કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચ્યાં હતા. જણાવી દઈએ કે, જામનગર ઍરપોર્ટથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો […]

Jamnagar માં રીક્ષા ભાડાના પ્રશ્ને બુઝુર્ગ રીક્ષા ચાલક પર ઈંટ વડે હુમલો

Jamnagar,તા.01  જામનગર તાલુકાના જાંબુડા ગામમાં રહેતા અને રીક્ષા ચલાવતા મેઘજીભાઈ લખમણભાઇ હિરાણી નામના 70 વર્ષના રીક્ષા ચાલક ઉપર સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ધનજી મરાઠી નામના શખ્સએ રીક્ષા ભાડાના પ્રશ્ને તકરાર કરી ઈંટ વડે હુમલો કરી દીધો હતો. જેમાં રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત બનીને નીચે પટકાઈ પડ્યા હતા. અને તેઓને ફેક્ચર સહિતની ઈચ્છા થઈ હતી. જેથી તેઓને જામનગરની […]

PM મોદીના આગમનના પગલે જામનગરના સર્કિટ હાઉસ- લાલ બંગલા પરિસરમાં SPG કમાન્ડો ગોઠવાયા

Jamnagar,તા.01  ભારતના વડાપ્રધાન આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, અને તેઓ આજે જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે, તે પ્રકારેના કાર્યક્રમનો તખ્તો ઘડી લેવાયો છે. જેને લઈને જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર બે દિવસથી સતર્ક બન્યું છે, અને લોખંડી સુરક્ષા જ જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. તેમાંય ખાસ કરીને સર્કિટ હાઉસ સહિતનું લાલ બંગલા […]

Jamnagar પિતરાઈ ભાઈઓ પર વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં હુમલો

Jamnagar,તા.01 જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા બે અનુસૂચિત જાતિના પિતરાઈ ભાઈઓ પર વાહનનું હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં પાડોશી શખ્સે તકરાર કરી ધારિયા વડે હુમલો કરી દીધો હતો. જેમાં એક યુવાનને માથામાં સાત ટાંકા લેવા પડ્યા છે. ઉપરાંત અનુસૂચિત જ્ઞાતિના હોવાથી સમાજના હલકા પાડવા માટે હડધુત કરાયાની પણ પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. […]

Jamnagar બાઈકચાલક યુવાનનું નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ

Jamnagar,તા.01 જામનગરમાં કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર અનમોલ પાર્ક સોસાયટીમાં રહેતો અને ઘુઘરા વેંચવાનો વ્યવસાય કરતો વિપુલ રવજીભાઈ પરમાર નામનો 45 વર્ષનો યુવાન, કે જે ગત 20 તારીખે સાંજે ચારેક વાગ્યાના અરસામાં પોતાનું મોટર સાયકલ લઈને જાંબુડા ગામમાં ઘુઘરા વેચવા માટે જઈ રહ્યો હતો. જેને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. પોતે જાંબુડા ગામ […]

Jamnagar: પ્રૌઢ મહિલાનો અગમ્ય કારણસર ઝેરી દવા પી લઇ આપઘાત

Jamnagar તા. ૨૮ જામનગરમાં સરદાર નગર વિસ્તારમાં રહેતા ઉજા બેન અરશીભાઈ ગોજીયા નામના ૫૫ વર્ષના પ્રૌઢ મહિલાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.  આ બનાવ અંગે પુત્ર સુરેશ અરસીભાઈ ગોજીયાએ પોલીસને જાણ કરતાં […]