કાલ સાંજ સુધીમાં સ્વામી જલાબાપાની જગ્યા પર આવીને માફી માંગે : સજજડ બંધ
Virpur,તા.4 સંત શિરોમણી, પરમવંદનીય પૂ. જલારામ બાપા વિષે અમરોલી (સુરત)ના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનનો એક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં લાખો જલારામ ભકતોમાં આક્રોશ છવાયો છે. સમગ્ર ગુજરાત સહિત ઠેર ઠેર રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે. આજે બપોરે વીરપુરમાં સરપંચ રમેશભાઈ સરવૈયાએ પંચાયત કચેરીમાં બેઠક બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા […]