Gujarat માં ઘેર-ઘેર માંદગીના ખાટલા: 23 દિવસમાં તાવના 8500 કેસ, રોજના 370 દર્દી હોસ્પિટલ ભેગાં

Ahmedabad,તા,25 ગુજરાતમાં મચ્છરજન્ય બીમારી તેમજ સખત તાવના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં જ સખત તાવને કારણે 8500થી વઘુ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. આમ, પ્રતિ દિવસે 370 જ્યારે પ્રતિ કલાકે 16 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. છેલ્લા 3 મહિનામાં અમદાવાદમાં સૌથી વઘુ 6266, સુરતમાં […]