Sabarkantha માં ગોપાલ નમકીનના ગાંઠિયાના પેકેટમાં મૃત ઉંદર નીકળ્યો

Himmatnagar,તા.૧૧ સાબરકાંઠા ખોરાક અને ઔષધી નિયમન વિભાગની કામગીરી કાગળ ઉપર જોવા મળી છે. હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠીયા ખાધા બાદ બાળકીને ઝાડા અને ઉલટી થયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા. એક નાની બાળકી અને તેની મમ્મીએ ગાંઠીયા ખાધા હતા. અચાનક ગાંઠીયા ખાધા […]

Himmatnagar માં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો

Himmatnagar, તા.૯ ગુજરાતમાં એચએમપીવી વાયરસનો કેસ નોંધાતા જ રાજ્યમાં ખળભળાટ જોવા મળ્યો હતો. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. પ્રાંતિજના ૮ વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. વધુ સારવાર માટે બાળકને અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદ પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા […]

Vijayanagar માં ૧૦૯૨ વિદેશી દારૂ બોટલ સાથે ધરપકડ, રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત

Himmatnagar,તા.૨૫ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના રાણી ચેકપોસ્ટ પર પોલીસે ગઈકાલે રાત્રે એક વ્યક્તિને ૧૦૯૨ બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૯.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિજયનગર પોલીસે ૩૧જંના તહેવારોમાં વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે ચેકપોસ્ટ પર ખાસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી […]

Himmatnagar માં ભાજપના મંડલ પ્રમુખ બનવા કિન્નરની ઉમેદવારી

સોનલ દે રાજકારણમાં રહીને પોતાનાથી બનતી સેવા કરી નાગરિકોની લોકચાહના મેળવવાની અપેક્ષા રાખે છે Himmatnagar, તા.૨૦ સાબરકાંઠા જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા નવુ સંગઠન બનાવવા માટેની ગતિવિધિઓ શરૂ કરી છે. હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના વિધાનસભા વિસ્તારોમાં મંડલ પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓની પસંદગી કરવા માટે નિરીક્ષકોએ મુલાકાત લીધી છે. ત્યારે હિંમતનગર શહેરમાં મંડલ પ્રમુખ બનવા માટે સ્નાતકનો […]

૬ હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ Bhupendra Jhala ભૂગર્ભમાં ઉતરી ગયો

Himmatnagar,તા.૨૮ ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીના રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાં એક કા ડબલના નામે લોકો લૂંટાયા છે. ૬ હજાર કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવીને બી.ઝેડ. ગ્રુપનો સંચાલક ફરાર થયો છે. બી.ઝેડ. ગ્રુપની તમામ ઓફિસો પર સીઆઈડી ક્રાઈમના દરોડા પડ્યા છે.બી.ઝેડ. ગ્રુપની ઓફિસો પર દરોડા પડતાં રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. ફિક્સ […]

Sabarkantha ના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા ૯ વર્ષની બાળકીનું મોત

Himmatnagar,તા.૧૮ સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા ૯ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. મકાનના ધાબા પર પતંગ ચગાવતા બાળકીને વીજ કરંટ લાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં માસૂમ બાળકીનું મોત થતા માતાપિતા આક્રંદ કરી રહ્યા છે. પતંગનો શોખ પૂરો કરવામાં ન જાણે કેટલાય માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. […]

CM Bhupendra Patel ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો

Himmatnagar,તા.૧૧ રાજ્યભરમાં મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા પહેલી ખરીદીની શરુઆત ગુજરાત સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. હિંમતનગરથી ભુપેન્દ્ર પટેલે ખરીદીનો શુભારંભ કરાવ્યો છે. જે બાદ હવે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રોથી ટેકાના ભાવે આજે ખરીદી કરાશે. આજથી રાજ્યભરમાં મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની આજથી ટેકાના ભાવે ખરીદી […]

Himmatnagar કલેક્ટર કચેરીમાં હેલ્મેટ પહેર્યા વિના આવેલા ૨૫૦થી વધુ કર્મચારીઓ દંડાયા

Himmatnagar,તા.૨૪ ગુજરાતની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માટે સરકારે કચેરીમાં વાહન લઈને આવતા અગાઉ ફરજિયાત હેલ્મેટ પહેરવો પડશે તેવો કાયદો અમલી બની ગયો છે ત્યારે બુધવારે જિલ્લા કલેક્ટરની સૂચનાથી આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા જાગૃતિના ભાગરૂપે કર્મચારીઓનું ચેકિંગ કરાયું હતુ. આ અંગે આરટીઓ અધિકારી તપન મકવાણા તથા ઈન્સ્પેકટર ચાવડાના જણાવાયા મુજબ, તાજેતરમાં જિલ્લા કલેક્ટર ર્ડા. […]

Himmatnagar તરફથી આવતી કારમાંથી બે લાખનો દારૂ ઝડપાયો,કુલ રૂ. ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે

Gandhinagar,તા.૧૯ હિંમતનગર તરફથી આવતી કારને ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા નાકા પોઇન્ટ પર ચિલોડા પોલીસે અટકાવી તેમાંથી ૨ લાખની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતાં અને કુલ રૂ. ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ચિલોડા પોલીસ મથકની ટીમ ચંદ્રાલા નાકા ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી […]

Himmatnagar હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં 7 અમદાવાદીઓનાં મોત

Sabarkantha,તા,25 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અહીં સહકારી જીન નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર જણાવાઈ રહી છે. ક્યાં અને કેવી રીતે સર્જાયો અકસ્માત?  મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સહકારી જીન […]