Gujarat માં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી

Gujarat,તા,18 સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઇ લીધી હોવા છતાં ગુજરાતમાં હજુ પણ વરસાદનું સંકટ યથાવત્ છે. આગામી 5માંથી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ હવામાન વિભાગની આગાહી અનુસાર, 18મી અને 19મી ઓક્ટોબર દરમિયાન વડોદરા, છોટા ઉદેપુર,  નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, […]

બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો, ઘણા દરિયાકાંઠાના રાજ્યોમાં Heavy Rains; ભારે પવનની શક્યતા

New Delhi,તા.૯ પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને ચક્રવાતનો ખતરો છે. તેની અસરને કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ઓછામાં ઓછા આગામી ત્રણ દિવસ સુધી હવામાન આવું જ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ અને […]

Cyclone Asna ના કારણે હવે અહીં થશે મેઘતાંડવ, 22 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

New Delhi,તા,03 ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર બાદ અસના વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD)એ મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા વહીવટીતંત્ર પણ સતર્ક થઈ ગયું […]

Ahmedabad માં મેઘમહેર: નરોડમાં સૌથી વધુ 4 ઈંચ, કુબેરનગર માર્કેટમાં પાણી ભરાયા

Ahmedabad,તા,03  પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસની અમદાવાદમાં સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી મંગળવાર (ત્રીજી સપ્ટેમ્બર) સવાર સુધી વરસાદે રમઝટ બોલાવી હતી. સોમવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સોમવાર સવારના 6થી રાતના 8 કલાક સુધીમાં નરોડામાં 4 ઈંચ, ઓઢવ અને નિકોલમાં 2 ઈંચ વરસાદ થયો હતો. શહેરમાં સરેરાશ 28.69 મિલીમીટર વરસાદ થતાં સિઝનનો 33.84 ઈંચ વરસાદ […]

અનરાધાર વરસાદથી Bhuj માં સેંકડો મજૂરો ફસાયા, 67નું NDRF દ્વારા રેસ્ક્યૂ

Bhuj,તા.30  કચ્છમાં વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા કાંડાગરા પાસેના નીચાણવાળા વાડી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોખમી પરિસ્થિતિ અંગે મજૂરો દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવતા તત્કાલ અસરથી તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચીને એનડીઆરએફની મદદથી રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અંગે માંડવી તાલુકા વિકાસ […]

Delhi માં ભારે વરસાદ: મુંબઈમાં એલર્ટ

ગુજરાત સહિતના રાજયો માટે ભારે વરસાદની ચેતવણી: મુંબઈના દરિયામાં હાઈટાઈડનુ એલર્ટ New Delhi,તા.24 આજે સવારે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.હવામાન વિભાગે દિલ્હી અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી એનસીઆરની સવાર આજે ભારે વરસાદ સાથે શરૂ થતોએ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આઇએમડીએ […]

Heavy rains બાદ પર્વતો આફત બન્યાં, આ દેશમાં ભયાનક ભૂસ્ખલનમાં દટાઈ જતાં 160 લોકોનાં મોત

Addis Ababa,તા.24 આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું […]

Upleta માં સાંબેલાધાર વરસાદ, લાઠ ગામમાં 11 ઈંચ ખાબકતાં પૂર જેવી સ્થિતિ

Upleta ,તા.22 સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ધોરાજી સહિત ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દુકાનોમાં પાણી ઘૂસ્યા […]