Gujarat માં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ,
Gujarat,તા.27 ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો છે. […]