Bhutan ના રાજા ગુજરાતના મહેમાન બન્યા! થાળીમાં પીરસાઈ ગુજરાતી વાનગી

Gandhinagar,તા.૨૩ ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પધાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતાન નરેશ અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ગરબા અને ઢોલના તાલે મહેમાનોના સ્વાગત બાદ મુખ્યમંત્રીએ તેમના […]