Vadodara એસટી ડિવિઝને અમિતનગર ચાર રસ્તા પાસેનું એસટી સ્ટોપેજ ફરી શરૂ કર્યું
Vadodara,તા.06 વડોદરા એસટી ડિવિઝન દ્વારા અમિત નગર ચાર રસ્તા નજીક એસટી બસ સ્ટેશન ફરી એક વખત સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક વર્ષો પહેલા અકસ્માતના કારણે અહીંથી બસ સ્ટોપ ખસેડીને સમા તળાવ નજીક લઈ જવામાં આવ્યું હતું. જેના કારણે અમદાવાદ જવા માગતા મુસાફરોને કાં તો સેન્ટ્રલ એસટી ડેપો અથવા તો સમા જવું પડતું હતું. […]