Valsad માં સરકાર હસ્તકની કરોડોની જમીન મૂળ માલિકના નામે કરી ભાજપ નેતાના પરિવારને વેચી
Valsad,તા.08 સુરતના ડુમસની કરોડો રૂપિયાની જમીનના કૌભાંડ જેવું જ કૌભાંડ વલસાડમાં સામે આવ્યું છે. વલસાડમાં ભાજપ નેતાને કહેવાતો ફાયદો કરાવવા માટે 3.80 કરોડ રૂપિયાનો બ્રિજ અને 80 લાખ રૂપિયાની પ્રોટેક્શન વોલ બનાવી આપવાનાં વિવાદિત પ્રકરણવાળી જમીન સરકાર હસ્તક કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી તત્કાલીન ઈન્ચાર્જ કલેક્ટર એવા નિવાસી અધિક કલેક્ટર (એડીએમ) […]