Vadodara:ચાર્જ નહીં ભરનારા ગોરવા શાકમાર્કેટના 10 જેટલા ઓટલાવાળાને પતરા મારીને સીલ કરાયા
Vadodara,તા.30 વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા શાકમાર્કેટમાં અસહ્ય ગંદકી સહિત શાકભાજીના ગેરકાયદે લારી-ગલ્લા ગોઠવાઈ જતા પાલિકા તંત્ર દ્વારા શાકમાર્કેટને સીલ કરી દેવાની કાર્યવાહી કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગુરુવાર ખાતે પાલિકા દ્વારા શાકમાર્કેટ બનાવવામાં આવ્યું છે. આ શાક માર્કેટમાં બનાવેલા ઓટલા અંગે નિયત ચાર્જ પણ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. […]