Gujarat E-memo ઈસ્યુ કરવાના ક્રમમાં દેશમાં ચોથા નંબરે

ગુજરાતમાં ચાલુ વર્ષે વાહન ચાલકોને જુદા જુદા નિયમના ભંગ બદલ ૩૦.૯૧ લાખ ઈ-મેમો ઈસ્યુ થઈ ચુક્યા છે Gandhinagar, તા. ૧૧ ગુજરાત ઈ-મેમો ઈસ્યુ કરવાના ક્રમમાં દેશમાં ચોથા નંબરે છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાં વિવિધ રાજ્યોમાં વાહન ચાલકોને સિગ્નલ તોડવાથી માંડી હેલ્મેટ નહીં પહેરવા સહિતના વિવિધ નિયમોના ભંગ બદલ ઈ-મેમો કે ઈ-ચલણ ઈસ્યુ કરવાની સિસ્ટમ છેલ્લા […]

Kalol Dantali માં ફાયરિંગ, ૧નું મોત, ચાર ગંભીર રીતે ઘાયલ

Gandhinagar,તા.૯ કલોલના દંતાલી ખાતે ફાયરિંગની ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો હતો.  જેમાં નજીવી તકરારમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘર પાસે થતી અવરજવર બાબતે તકરાર થતા મામલો બિચક્યો હતો અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, ફાયરિંગમાં ૪ લોકો ઇજાગ્રસ્ત […]

ભાજપના શાસનમાં મંદિરોમાં ચોરીની ૫૦૧ ઘટના : Congress

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતનાં મંદિરોમાંથી કુલ રૂપિયા ૪.૯૩ કરોડની રોકડ અને મુદામાલ ચોરાયો છે Gandhinagar, તા.૯ ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. હિન્દુત્ત્વની દુહાઈ દેતી ભાજપ સરકારમાં મંદિરો-ભગવાન પણ સલામત નથી તેવી સ્થિતિ સર્જાી છે. કરોડો ગુજરાતીઓના આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ સહિત રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી-લૂંટ-ધાડની ઘટના વધી રહી છે. ગુજરાતમાં છેલ્લા […]

Gujarat માં વિદ્યાસહાયકોની ૧૩ હજારથી વધુ જગ્યા ઉપર ભરતી

Gandhinagar, તા.૭ ગુજરાત સરકારે પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની મોટા પાયે ભરતીની જાહેરાત કરાઈ હતી. જેમાં કુલ ૧૩, ૮૫૨ જગ્યાઓ પર વિદ્યાસહાયકની ભરતી કરાશે. જેને લઈને આજથી (સાતમી નવેમ્બર) ઓનલાઈન અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ ૧૬મી નવેમ્બર છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૫માં ૫૦૦૦ જગ્યાઓ માટે ભરતી કરાશે. ધોરણ ૬થી ૮માં ગુજરાતી માધ્યમમાં ૭૦૦૦ જગ્યા […]

દિવાળી ટાણે ગાંધીનગરમાં Zika virus નો શંકાસ્પદ કેસ

વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને  મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે Gandhinagar, તા.૩૦ વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને  મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે. નવરાત્રિમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.વાયરલ બિમારીઓ વધી રહી છે, બીજી બાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી શરૂ થઈ ગયા પછી પણ સતત સામે આવી રહ્યા છે. […]

નામ, અટક અને જન્મ તારીખમાં સુધારો પ્રસિદ્ધ કરવા નવી બે New Services

નામ, અટક બદલીને તાત્કાલિક અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે રૂ. ૨,૫૦૦ અને સાધારણ ગેઝેટમાં રૂ. ૧,૦૦૦ની નોન રિફન્ડેબલ રજીસ્ટ્રેશન ફી આપવાની રહેશે Gandhinagar,તા.30 સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી ગાંધીનગરની કચેરી દ્વારા વ્યક્તિના નામ, અટક અને જન્મ તારીખમાં સુધારા અંગે સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધિ કરવા માટે વધુ બે નવી સેવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે સેવા રાજ્ય […]

State ના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો

Gandhinagar, તા.૨૭ રાજભવનમાં આજે રાજ્યના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર વિપુલ રામપ્રસાદ રાવલ અને ભરત જમનાદાસ ગણાત્રાને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોની, મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હરિત શુક્લ, માહિતી કમિશનર્સ સુબ્રમણ્યમ […]

Boating And Water Sports Activities વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા CMએ વ્યક્ત કરી

Gandhinagar,તા.૨૫ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્‌સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.આ હેતુસર મુખ્યમંત્રીએ ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ (કેટેગરી સી ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન) નિયમો ૨૦૨૪ને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ ૨૦૨૧ની જોગવાઈઓ અનુસાર કેટેગરી ’સી’ ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન […]

Gandhinagar:સરકારી કચેરીઓમાં તા.1 – 11ના શુક્રવારે રજા જાહેર કરાઇ

Gandhinagar,તા.23 ગુજરાતમાં દિપાવલીના તહેવાર નિમિત્તે રાજ્ય સરકારે કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર આપ્યા છે. તા.31-10ના ગુરુવારે દિવાળીની જાહેર રજા આવે છે અને તા.2-11ના શનિવારે નૂતનવર્ષ નિમિત્તે તથા તા.3-11ના રવિવારે ભાઇબીજની રજા જાહેર થઇ છે. પરંતુ તા.1-11ના રોજ ધોખો હોવાથી તે દિવસે સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી પરંતુ કર્મચારીઓ તહેવાર માળી શકે તે હેતુથી તા.1-11ના […]

કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની દેશની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિર્યાતકાર રાજ્યઃ CM

Gandhinagar,તા.૧૮ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, સુદ્રઢ ઔદ્યોગિક અને લોજિસ્ટીક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પરિણામે ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બની શક્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં દેશમાંથી કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના ૩૧ ટકા શેર સાથે […]