બાળકોને Social Media-SmartPhone થી થતી પ્રતિકૂળ અસરોને લઈને સરકાર સતત ચિંતિત

Gandhinagar,તા.૯ સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે,  જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે,  જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે […]

PSI-પોલીસમેનોની 12472 જગ્યા માટે આજથી ફીઝીકલ ટેસ્ટ શરૂ

Gandhinagar, તા.8ગુજરાત પોલીસમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની મળી કુલ 12472 જગ્યા માટે આજથી ફિઝિકલ પરીક્ષાનો આરંભ થયો છે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પંદર જિલ્લા, શહેરો અને એસઆરપી જૂથ સેન્ટર્સ ખાતે આવેલા ગ્રાઉન્ડ પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે કન્ફર્મ થયેલા 10,73,786 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે. ગૃહ વિભાગ […]

Rajkot,Jamnagar સહિત રાજયના આઠ મહાનગરો માટે લોજીસ્ટીક માસ્ટર પ્લાન ઘડાશે

Gandhinagar,તા.4ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની સેવા-સુવિધાઓને સરળ બનાવવા માટે રાજય સરકાર રાજકોટ સહિત આઠ મહાનગરો માટે વિસ્તૃત લોજીસ્ટીક પ્લાન તૈયાર કરી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જુનાગઢને સાંકળતા આ માસ્ટર પ્લાન માટે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પાર્ક પોલીસી 2021, સ્ટેટ ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક માસ્ટર […]

કરપ્શન જોઈએ જ નહિં, વિકાસ આડેના ભ્રષ્ટાચારને દુર કરો:CM

Gandhinagar,તા.21ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, પંચાયત રાજયમંત્રી બચુભાઈ ખાબડ, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સલાહકાર ડો.હસમુખ અઢીયા, મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચીવો પંકજ જોશી, એમ.કે.દાસ, અધિક મુખ્ય સચીવો, અગ્રસચીવો અને મુખ્યમંત્રીનાં સચીવ અવંતિકા સિંઘ સહીતનાં સચીવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયનાં જીલ્લા કલેકટરો અને જીલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુકત કોન્ફરન્સ યોજાઈ હતી. આ એક […]

Chardham and 12 Jyotirlinga ની સાઇકલ યાત્રા ૨૧૦ દિવસમાં પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીનું ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સન્માન

Gandhinagar,તા.૧૮ ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજય ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે. તા. ૨૩ મે ૨૦૨૪ના રોજના સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, ૧૨ જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની ૧૫,૧૦૦ કિ.મીની યાત્રા ૨૧૦ દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી હતી. આજ રોજ […]

Toll Tax માંથી ધીકતી કમાણી, પણ ખેડૂતોની આંખો આવ્યા ‘પાણી’! કોંગ્રેસ

Gandhinagar,તા.૧૩ રાજ્ય સરકાર ટોલટેક્ષમાંથી ધીકતી કમાણી કરી રહી છે ત્યારે એક વખતની જમીન આપી કાયમ માટે આવકનું સાધન ગુમાવનારા ખેડૂતોને તેમાંથી અમુક હિસ્સો આપવાનું સરકાર વિચારે તે જરૂરી છે, તેમ કોંગ્રેસના આગેવાન પાલ આંબલિયાએ જણાવ્યું. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલ પત્રમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રજૂઆત કરી. વધુમાં તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે ખેડૂતોની જમીન સંપાદન […]

Gujarat માં 10 વર્ષમાં માર્ગ અકસ્માતોમાં 75738ના મોત

Gandhinagar,તા.13ગુજરાત સહિત દેશભરમા વધતા માર્ગ અકસ્માતો વિશે સરકાર ચિંતીત છે અને તે અટકાવવા માટે વખતોવખત નવા પગલા જાહેર થતા હોવા છતાં દુર્ઘટનાનો સિલસિલો અટકતો નથી. ગુજરાતમાં 2013થી 2022ના ગાળા દરમ્યાન માર્ગ અકસ્માતોમાં 75738 લોકોએ જાન ગુમાવ્યા હતા અને દેશમાં સૌથી વધુ અકસ્માત મોતમાં આઠમુ રાજય બન્યુ હતું. લોકસભામાં રજુ કરાયેલા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 2016થી 2022ના […]

સચિવાલયમાં હવે પ્લાસ્ટિકને બદલે કાચની bottle માં પાણી અપાશે

Gandhinagar ,તા.13ગુજરાતમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકને ઘટાડવા માટે નોંધપાત્ર પગલારૂપે, વન અને પર્યાવરણ વિભાગે રાજ્યનાં સચિવાલયમાં પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગને નાબૂદ કરીને હાઇજેનિક પુન:ઉપયોગી કાચની પાણીની બોટલો પ્રદાન કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. તાપી જિલ્લામાં દક્ષિણ ગુજરાતનાં પદમ ડુંગરી ઇકોટુરિઝમ સાઇટ પરથી આદિવાસી મહિલાઓની આગેવાની હેઠળની ગ્રામ્ય સહકારી દ્વારા સ્થાપિત મોડેલને અમલમાં મૂકવાની અને ગાંધીનગર સચિવાલય સંકુલમાં કાચની […]

Gujaratમાં જમીન માપણીની અરજીનો ૨૧ દિવસમાં જ નિકાલ કરવા આદેશ

Gandhinagar,તા.૧૨ ગુજરાતમાં મહેસૂલ વિભાગે પ્રોપર્ટી કાર્ડ બનાવવા અને ખેતીની જમીનને બિન-કૃષિ-એનએમાં રૂપાંતરિત કરવા અને જમીન અથવા શેરના વેચાણ માટે, વિલંબ ઘટાડવા અને અરજદારોની સંખ્યામાં વધારો કરવા પગલાં લેવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પ્રસિદ્ધ થયેલા પરિપત્રમાં જમીનના હિસ્સાની માપણી માટેની અરજીમાં ફી મળ્યાના ૨૧ દિવસમાં માપણી પૂર્ણ કરવા અથવા આવી અરજીનો નિકાલ કરવાનો આદેશ આપવામાં […]

Farmer તરીકેના લાભો લેવા ભાજપના ધારાસભ્યની કરતૂત, પ્રમાણપત્રમાં ભાઈના ખોટાં નામ દર્શાવ્યા

Gandhinagar,તા.૨ ખેડૂતોને મળતા લાભ મેળવવા  ઇડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાના કરતૂત બહાર આવ્યાં છે. રમણ વોરાએ ખેડૂતનુ પ્રમાણપત્ર મેળવવા ‘ભાઇ’ ના નામ પણ નકલી દર્શાવી દીધા છે. આરટીઆઇ હેઠળ મળેલી માહિતીમાં આ વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નવાઇ ની વાત એછેકે, ધારાસભ્યના કરતૂતને ખુલ્લા પાડવા માટે ઇડર મત વિસ્તારના ભાજપના નેતાઓ જ મેદાને પડ્યાં છે. […]