ગાંધીના Gujarat ની ગિફ્ટ સિટીમાં ગોવાની જેમ ‘ડ્રગ્સ પાર્ટી

Gandhinagar ,તા.26 ગાંધીના ગુજરાતમાં રોકાણના બહાને ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અપાઈ છે. અત્યાર સુધી વિદેશી દારૂની મહેફિલો જામતી હતી પણ હવે પાટનગર એક ડગલું આગળ વધ્યુ છે. ગિફ્ટ સિટીમાં હવે ગોવાની જેમ ટેકનો (ડ્રગ્સ) પાર્ટી પણ યોજાવવા માંડી છે. આ કારણોસર ગુજરાતી યુવાઓ માટે ગિફ્ટ સિટી હોટ સ્પોટ બની રહ્યુ છે. યુવાઓ ડ્રગ્સના રવાડે […]

Gandhinagar ના મગોડીમાં દહેગામવાળી! ભૂમાફિયાઓએ 40 મકાનો વેચી માર્યા

Gandhinagar ,તા.26 દહેગામ બાદ હવે ગાંધીનગરના મગોડી પંચાયત હસ્તકનું 40થી 50 મકાનો ધરાવતા આખે આખા ફળિયાનો જ ભુમાફિયાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 47 વર્ષથી આ ચાર વિઘા જગ્યામાં મકાનો આવેલા છે અને ગ્રામજનો વસવાટ કરે છે. ત્યારે આ ચાર વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં […]

Kiran Patel બાદ હવે રૂપેશ દોશી! પીએમઓ અધિકારીનો રોફ જમાવી લગાવ્યો કરોડોનો ચૂનો

Gandhinagar,તા.૨૫ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નો અધિકારી હોવાનો દાવો કરનાર અને પાકિસ્તાન બોર્ડર પર ગયેલો કિરણ પટેલ ગયા વર્ષે ઝડપાયો હતો. તેણે અમદાવાદના  આઇપીએસ અધિકારીઓ સહિત અનેક લોકોને ફસાવ્યા હતા. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ચોપડે કિરણ પટેલ પાર્ટ ટુમાં એ જ રૂપેશ દોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. રૂપેશ પ્રધાનમંત્રી કાર્યાલયનો ઉચ્ચ અધિકારી હોવાનો દાવો કરીને છેલ્લા પાંચ […]

CM ના હસ્તે સાપુતારા ખાતે ‘Monsoon Festival’ નો ઉદ્‌ઘાટન સમારંભ યોજાશે

Gandhinagar,તા.૨૫ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથેસાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૨૯ જુલાઈના રોજ સવારે ૯.૦૦ કલાકે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્‌ઘાટન સમારંભ યોજાશે. ગુજરાતમાં વર્ષ ૨૦૦૯થી યોજાતા મોન્સૂન ફેસ્ટિવલનું આ વર્ષે પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે સ્થાનિકોમાં […]

રાજ્યના તમામ બ્રિજના ઈન્સ્પેક્શન અને પીડિતોની સ્થિતિનો અહેવાલ રજૂ કરો,Gujarat High Court

Gandhinagar,તા.24 મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટની સુનાવણી દરમ્યાન આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે કોર્ટની આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની તમામ અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરી હતી. બીજીબાજુ, હાઈકોર્ટે […]

Gujarat,માં 24 કલાકમાં 206 તાલુકામાં મેઘમહેર, સિઝનનો કુલ 48.62% વરસાદ

Gandhinagar,તા.24 ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 206 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધું વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન […]

Bhutan ના રાજા ગુજરાતના મહેમાન બન્યા! થાળીમાં પીરસાઈ ગુજરાતી વાનગી

Gandhinagar,તા.૨૩ ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબગે હાલ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. ગુજરાતમાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધા બાદ તેઓ અમદાવાદ પધાર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભૂતાન નરેશ અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ગરબા અને ઢોલના તાલે મહેમાનોના સ્વાગત બાદ મુખ્યમંત્રીએ તેમના […]

વિકસિત India ના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ રજુ કરાયું છે: CM

Gandhinagar,તા.૨૩ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુ છે, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો […]

Digital India: સાચવજો! ગુજરાતીઓએ 5 વર્ષમાં 74 કરોડ ગુમાવ્યા, ફ્રોડ કેસમાં થયો 5 ગણો વધારો

Gandhinagar ,તા.23 સતત હરણફાળ ભરી રહેલી ટેક્નોલોજીથી ફૂડ ડિલિવરી-ટિકિટ બૂકિંગથી માંડીને બેન્કિંગના વ્યવહાર પણ એક ક્લિક દૂર થઈ ગયા છે. અલબત્ત ઓનલાઈન નાણાકીય લેવડ દેવડમાં નાની એવી ગફલતથી પણ પરસેવાની કમાણી ગણતરીની – મિનિટમાં સફાચટ થઈ શકે છે. ગુજરાતમાં એક વર્ષમાં ક્રેડિટ કાર્ડ-ડેબિટકાર્ડ-ઈન્ટરનેટથી છેતરપિંડીની 1349 ઘટના નોંધાઇ છે. અને જેમાં તેમણે કુલ રૂપિયા 49.92 કરોડ […]

Gujarat માં આરોગ્ય સુવિધાના નામે ‘મીંડું’, 334 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નિષ્ણાત ડૉક્ટરો જ નથી

Gandhinagar ,તા.23 ગુજરાત મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવા બણાં ફુંકવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં આરોગ્ય સુવિધાના નામે મીંડું છે. કેન્દ્ર સરકારના રુરલ હેલ્થ સ્ટેટેસ્ટીક્સ 2022ના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 334 કમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં પિડીયાટ્રીશિયન, ગાયનેક સહિત સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો જ નથી.ગુજરાતમાં માત્રને માત્ર 14 કમ્યુનિટી હેલ્થ સેન્ટર જ એવાં છે જ્યાં સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો […]