BJP ના પ્રભાવશાળી નેતા પાસેથી બંને પદ છીનવાયા, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ફરિયાદો
Ahmedabad,તા.20 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહકોષાધ્યક્ષ તરીકે સતત વિવાદમાં રહેલા ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હટાવી દેવાયા છે. તેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની કરોડો રૂપિયાની કિંમતની જગ્યા જલધારા વોટર પાર્કને પધરાવી દેવાનો આરોપ છે. તેમના વિરુદ્ધ અનેક ફરિયાદ પક્ષની ટોચના નેતા સુધી પહોંચતા તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. […]