સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો બંધારણીય ધોરણે કાયદેસર ગણાવતાં Allahabad High Courtના આદેશને અમાન્ય ઠેરવ્યો
New Delhi,તા.05 સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ 2004ની બંધારણીય માન્યતાને જાળવી રાખતાં 17 લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉત્તર પ્રદેશનો મદરેસા કાયદો બંધારણીય ધોરણે કાયદેસર ગણાવતાં અલ્લાહાબાદ હાઈકોર્ટના આદેશને અમાન્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ તેમજ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે […]