Bangladesh ના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી

Bangladesh, તા.૧૭ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. હકીકતમાં, બાંગ્લાદેશની એક કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે શેખ હસીનાને ૧૮ નવેમ્બર સુધીમાં પોતાની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. શેખ હસીના સામે હત્યા સહિત અનેક મામલામાં તપાસ ચાલી રહી છે. ત્યાંની વચગાળાની સરકાર પણ માનવાધિકાર ઉલ્લંઘનની તપાસમાં વ્યસ્ત છે. […]

T20માં પણ બાંગ્લાદેશની ફજેતી, Indian Team આ સીરિઝમાં પણ કરશે સૂપડાં સાફ

Mumbai,તા.08 બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, પરંતુ અહીં તેની હંમેશાની જેમ જ ફજેતી થઈ રહી છે. ભારતીય ટીમે સૌથી પહેલા મહેમાન ટીમ બાંગ્લાદેશને ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ત્યારબાદ હવે તેઓ T20 સીરિઝમાં પણ તેના સૂપડાં સાફ કરવા અગ્રેસર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સૌથી પહેલા 2 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ હતી. […]

Sheikh Hasina ની પાર્ટીના કાર્યકરોની હાલત કફોડી, ઘરે જવા લાખો રૂપિયાની થઈ રહી છે વસૂલી

Bangladesh,તા.27 બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર દરમિયાન ઘમંડમાં ફરતા આવામી લીગના નેતાઓના દહાડા પૂરા થઈ રહ્યાં છે. ભારે વિરોધથી શેખ હસીનાની સરકાર પડ્યા તેના પણ બે મહિના પૂરા થશે, પરંતુ તેમની પાર્ટી આવામી લીગના નેતાની હાલત હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. વિરોધ પ્રદર્શન દરમિયાન લીગના ઘણાં નેતાઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ઘણાંની તો દેશ […]

Sheikh Hasina ની સરકાર પાડી દેવા પાછળ આ હતો માસ્ટરમાઈન્ડ’ ખુદ મોહમ્મદ યુનુસે કર્યો ઘટસ્ફોટ

Bangladesh,તા.27 બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલન આપમેળે થયું નહોતુ. તેનો અર્થ સ્પષ્ટ છે કે શેખ હસીનાની સરકાર પાડી દેવા પાછળ એક ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. જેના માસ્ટરમાઈન્ડની જાણકારી પોતે મોહમ્મદ યુનુસે આપી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા આવેલા મોહમ્મદ યુનુસે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં હાજરી આપી. આ સંમેલનમાં તેમણે તે વ્યક્તિનો પરિચય કરાવ્યો […]

Bangladesh ને હરાવીને ભારતીય ટીમ પાકિસ્તાનની બરાબરી પર પહોંચી, કાનપુર ટેસ્ટમાં પાછળ છોડવાની સુવર્ણ તક

Mumbai,તા.૨૩ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ શાનદાર રીતે જીતી હતી. ટીમ તરફથી રવિચંદ્રન અશ્વિન, શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. અશ્વિને બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ યોગદાન આપ્યું હતું. તેણે બીજા દાવમાં ૬ વિકેટ લીધી અને તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. બાંગ્લાદેશના બેટ્‌સમેનો બીજા દાવમાં […]

Bangladesh ને એકલો અશ્વિન જ પહોંચી વળ્યો, ટીમ ઈન્ડિયાની દમદાર જીતથી રેકોર્ડની હારમાળા સર્જાઈ

Chennai,તા,23 ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 280 રનથી શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેનો પીછો કરતા બાંગ્લાદેશી ટીમ બીજી ઇનિંગમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ટેસ્ટના ચોથા દિવસે લંચ પહેલા જ મેચ સમાપ્ત થઈ ગઈ હતી. હવે પછીની બીજી ટેસ્ટ […]

IND vs BAN: ચાલુ મેચમાં એવું તો શું થયું કે Rishabh Pant માંગવી પડી માફી?

Mumbai,તા.21 ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટર ઋષભ પંતે પૂરા 619 દિવસ પછી ટીમમાં પુનરાગમન કર્યું છે. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેણે કપરા સમયમાં ભારતીય ટીમને સંભાળી હતી. પરંતુ મેચના બીજા દિવસે તેનો એક નિર્ણય ખોટો સાબિત થયો હતો, જેના કારણે તેણે મેચની વચ્ચે […]

Bangladesh ની સરકારે કાયદો અને વ્યવસ્થા સુધારવા સેનાને બે મહિના માટે દંડાત્મક સત્તાઓ સોંપી

Dhaka,તા.૧૯ બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા અને વિધ્વંસક ગતિવિધિઓને રોકવા માટે સેનાને બે મહિના માટે દંડાત્મક સત્તાઓ સોંપી છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન મંત્રાલયે સરકારના નિર્ણય પર એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે, તે તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ સત્તા સેનાના કમિશન્ડ અધિકારીઓને આપવામાં આવશે. ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૧૭, જે આર્મી અધિકારીઓને વિશેષ […]

Mohammad Yunus વિશ્વ બેંકને અપીલ કરી, હસીનાના શાસન દરમિયાન ચોરાયેલી સંપત્તિ પરત લાવવામાં મદદ કરો

Dhaka,તા.૧૮ બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ અને વિશ્વ બેંકના પ્રાદેશિક નિદેશક અબ્દુલય સેક સાથેની આ મુલાકાત દરમિયાન મોહમ્મદ યુનુસે કહ્યું કે આપણે રાખમાંથી નવી રચનાઓ બનાવવી પડશે. અમને મોટી મદદની જરૂર છે અને અમારે વિદ્યાર્થીઓના સપના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મોહમ્મદ યુનુસે કહ્યું, હું સૂચન કરીશ, અમારી મદદ કરો. અમારી ટીમનો એક […]

એમને મજા લેવા દો, પછી જોઈ લઈશું Rohit Sharma એ ટેસ્ટ મેચ પહેલા બાંગ્લાદેશને આપી ચેતવણી

Mumbai,તા.17 19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચ સીરિઝની પહેલી ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાશે. ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશની ટીમના બફાટ સામે જવાબ આપ્યો છે. રોહિતે કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશની ટીમને મજા કરવા દો, તેમને જોઈ લઈશું’. તેમને મજા લેવા દો પહેલી ટેસ્ટ મેચ પહેલા રોહિત […]