Asaramને રાજસ્થાન હાઈકોર્ટ સારવાર માટે 17 દિવસના પેરોલ પર છોડશે
Jodhpur, તા.11અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવી રહેલા આસારામને સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. આસારામના વકીલે મહારાષ્ટ્રના પૂણેની હોસ્પિટલમાં સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમાં આસારામની સારવાર માટે પેરોલની માંગણી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ આસારામને 17 દિવસની સારવાર માટે પેરોલ આપવામાં આવ્યો છે. […]