AMC એ વાહવાહી લૂંટવા ઉત્સવ-કાર્યક્રમ પાછળ કરોડો ખર્ચ્યા બાદ હિસાબ આપવામાં ઠાગાઠૈયા

Ahmedabad,તા.01  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્સવ,કાર્યક્રમ અને તહેવારોની ઉજવણી પાછળ વર્ષ-2022-23માં રુપિયા 45.11 કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનના ફંડમાંથી ખર્ચ કર્યો છે. મ્યુનિ.ના પબ્લિસીટી વિભાગ તરફથી મ્યુનિ.તંત્ર દ્વારા આયોજિત કરવામાં આવતા તમામ પ્રકારના કાર્યક્રમો માટે પ્રચાર-પ્રસાર સહીત કાર્યક્રમ અંગે આનુષાંગિક ખર્ચ કરાય છે.  આટલી મોટી રકમનો ખર્ચ કરવા પ્રવૃતિ દીઠ પબ્લિસીટી વિભાગને મળેલી મંજૂરીની વિગત મ્યુનિસિપલ કોર્પોરેશનના […]

નવરાત્રિમાં AMCની મોટી કાર્યવાહી, Ahmedabad’s Suvarna Garba Pandal ને માર્યું સીલ

Ahmedabad,તા,07  નવરાત્રિમાં ઠેર-ઠેર પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ ખાતે સુવર્ણ ગરબા પંડાલને સીલ માર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેને લઇને ગરબા આયોજકો દોડતા થઇ ગયા છે અને ગરબાપ્રેમીઓનો નિરાશાનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સુવર્ણ ગરબા પંડાલમાં નવરાત્રિનું […]

મકાન Renovating કે Constructing કરાવી રહ્યા છો તો સાચવજો, 25 હજારથી 1 લાખ સુધી દંડ

Ahmedabad,તા.24 અમદાવાદમાં નાગરિકો હવે રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ રોડ ઉપર નાંખી શકશે નહીં. મ્યુનિસિપલ તંત્રના વિવિધ પ્રોજેકટો માટે કામ કરતી એજન્સીઓ પણ સાઈટ બહાર રોડ ઉપર કચરો ફેંકી શકશે નહીં. રોડ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટ મળશે તો આ પ્રકારનો કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખનારા પાસેથી રુપિયા 25 હજારથી લઈ એક લાખ સુધીનો દંડ વસૂલાશે. મ્યુનિસિપલ તંત્ર તરફથી કન્સ્ટ્રકશન […]

શરમ કરો…શરમ… AMC વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં 215 PIL છતાં તંત્ર સુધરતું જ નથી

Ahmedabad,તા.31 અમદાવાદને મેગા સિટી કે સ્માર્ટ સિટીનું બિરુદ અપાયું છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી પ્રાથમિક સુવિધા મેળવવા લોકોએ કાયદાની મદદ લેવી પડી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશન વિરુદ્ધ 215 જાહેર હિતની થયેલી અરજી પૈકી રસ્તા, ગટર અને પાણી જેવી બાબત માટે 115 જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અંગે ગુજરાત હાઇકોર્ટની અનેક વખત ફટકાર પછી પણ મ્યુનિસિપલ […]

Ahmedabad માં અત્ર તત્ર સર્વત્ર ખાડા જ ખાડા! 19000 થી વધુ સ્થળોએ ખાડારાજ, તંત્ર સામે સવાલ

Ahmedabad,તા.30 અમદાવાદમાં વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે છે. ચોમાસા દરમિયાન અમદાવાદના રોડમાં 19626 ખાડા પડી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં 10 ઈંચ વરસાદ પડ્યાને 72 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ યથાવત્‌ છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ […]

Ahmedabad મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓ સસ્પેન્ડ થયા

તમામ ફાયર અધિકારીઓ ઉપર બોગસ ડીગ્રી અંગેના આક્ષેપ : દસ દિવસમાં જવાબ આપવા સમય આપ્યો Ahmedabad, તા.૨૩ અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સાથે ૯ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા, ડીવીઝનલ  ઓફિસર કૈઝાદ મહેરનોશ દસ્તુરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સહાયક સબ ઓફિસર આસીફ […]

5 મહિનામાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી,85 crores ના ખર્ચે બનેલા underpass માં સળીયા દેખાતા થયા

Ahmedabad,તા.23 રૂપિયા 85 કરોડની માતબર રકમથી બનાવવામાં આવેલા જલારામ અંડરપાસમાં સળીયા બહાર આવી ગયા છે. 4 માર્ચ-24ના રોજ રાજયના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા આ અંડરપાસની કામગીરી અંગે મેટ્રો રેલ પ્રોજેકટ ઉપરાંત રેલવે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંયુકત પ્લાનિંગ હતુ.લોકાર્પણના પાંચ મહિનાના સમયમાં જ અંડરપાસ બનાવવાની કામગીરીમાં રાખવામાં આવેલી બેદરકારી બહાર આવી ગઈ છે. શહેરમાં […]

Ahmedabad માં પાંજરાપોળ ફ્લાય ઓવર સંબંધિત તમામ રેકોર્ડ રજૂ કરવા AMCને ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

Ahmedabad,તા,12  અમદાવાદના પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત ફ્લાય ઓવર બ્રિજના પ્રોજેકટને પડકારતી અને ટ્રાફિક, વધતા અકસ્માતો સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગંભીર અને મહત્ત્વની નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘હાલની પીઆઇએલ સર્વોચ્ચ […]

AMC એ શોપિંગ સેન્ટર બનાવવા કામ શરૂ કરાયું

સરકારી રોકડા તળાવ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવું શોપિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે Ahmedabad, તા.૧૦ અમદાવાદ શહેરના આનંદ નગર વિસ્તારના ટોરેન્ટ પાવર હાઉસ યોગી આશ્રમ પાસે આવેલું સરકારી રોકડા તળાવ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવું શોપિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. જેની કામગીરી ચાલુ કરી દેવાઇ છે ક્યારે છેલ્લા ૧૫ વર્ષથી વધુ સમયથી આશરે […]

સાવધાન: ત્રણ વર્ષથી બંધ વિવાદાસ્પદHatkeswar Bridge એક તરફ નમી ગયો!

Ahmedabad,તા.08 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારનું પ્રતિક બનેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાય ઓવર બ્રિજ ત્રણ વર્ષથી વાહન વ્યવહાર માટે બંધ છે. હવે આ બ્રિજ પર ગાબડાંની સંખ્યા વધી હોવાની અને બ્રિજ થોડો નમી ગયો હોવાના સમાચાર વહેતા થયા છે. આ ઉપરાંત લોકોને નીચેથી પસાર થવામાં સાવચેત રહેવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ […]