હે રામ! ગાંધી જયંતિએ ગાંધી છાપ નોટો લેતાં CGSTના ઇન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા

Ahmedabad,તા,03 અમદાવાદ એસીબીના સ્ટાફે ગાંધી જંયતિના દિવસે જ સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરને રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. આ કેસના ફરિયાદી હાઉસ કિંપીંગની એજન્સી ધરાવે છે અને તેમણે સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાથી એજન્સીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જે અનફ્રીઝ કરવાના બદલામાં સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. […]