London, તા.2
યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં સતત વધી રહેલા ત્રાસવાદ હુમલા બાદ હવે સ્વિટર્ઝલેન્ડે પણ હવે બુરખા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પ્રમાણે બુરખાને પ્રતિબંધિત કરનાર તે યુરોપનો વધુ એક દેશ બન્યો છે અને તેનો ભંગ કરવા બદલ દંડ સહિતની જોગવાઇ કરવામાં આવી છે.
સ્વિટર્ઝલેન્ડમાં ચહેરો ઢાંકવાની મનાઇ ફરમાવામાં આવી છે અને તેમાં 2021માં અહીં એક લોકમત લેવાયો હતો અને તેમાં બહુમતિ લોકોએ જાહેર સ્થળો પર મુસ્લિમ મહિલાઓ જે બુરખા અને હિજાબ સહિતના ચહેરા ઢંકાઇ જાય તે રીતે વસ્ત્રો પહેરે છે તેની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું.
લોકોએ ખાસ કરીને યુરોપમાં જે રીતે બુરખાબાન લગાવાયો છે તેનો અમલ કરવા માંગણી કરી હતી. યુનિ. ઓફ લ્યુસર્ન્સના એક સર્વેમાં જણાવાયું હતું કે બહુ ઓછી મહિલાઓ અહીં બુરખા પહેરે છે.
સ્વિટર્ઝલેન્ડમાં લગભગ પાંચ ટકા વસ્તી મુસ્લિમોની છે પણ તેમાં આધુનિકતા વધુ આવી ગઇ છે. યુરોપના 16 દેશોમાં આ રીતે બુરખા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.