શપથવિધિની તારીખ નક્કી, 7 નામ રેસમાં
Delhi,તા.17
દિલ્હીમાં ભાજપ 20 ફેબ્રુઆરીથી સત્તાની કમાન સંભાળશે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણની તારીખ આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર, 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 વાગ્યે દિલ્હીમાં નવા મુખ્યમંત્રી માટે શપથ વિધિ યોજાશે. શપથ ગ્રહણનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે.
શપથ ગ્રહણ સમારોહ માટે ત્રણ મંચ બનાવવામાં આવશે. મંચ પર લગભગ 100થી 150 ખુરશીઓ મૂકવામાં આવશે. સામાન્ય લોકો માટે બેસવા 30,000 ખુરશીઓ મૂકવામાં આવશે.
ભાજપ 27 વર્ષ બાદ સત્તા પર
દિલ્હીમાં ભાજપ 27 વર્ષ બાદ પોતાની સરકાર બનાવશે. હજી સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ નથી. જેના માટે 17 ફેબ્રુઆરીના રોજ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. ભાજપના સૂત્રોએ મુખ્યમંત્રીના શપથ કાર્યક્રમની તારીખ અને સમય જાહેર કરી દીધો છે. જો કે, દિલ્હીમાં સીએમની ખુરશી કોને મળશે, તે નક્કી થયુ નથી.
દિલ્હીના સીએમની રેસમાં આ નામ
પરવેશ વર્મા
આશિષ સુદ
રેખા ગુપ્તા
વિજેન્દર ગુપ્તા
સતિષ ઉપાધ્યાય
જિતેન્દ્ર મહાજન
શિખા રોય
સરકારની રચના માટે આજે મિટિંગ
દિલ્હી સરકારના શપથ ગ્રહણ સમારોહ અને સરકારની રચના માટે આજે સાંજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં શપથગ્રહણ સમારોહના ઈન્ચાર્જ વિનોદ તાવડે અને તરૂણ ચુઘ પણ હાજર રહેશે. દિલ્હી ભાજપના ચીફ વિરેન્દ્ર સચદેવા પણ ઉપસ્થિત રહેશે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી.