Sushmita Sen ની દિકરીએ ‘બૅડ ન્યૂઝ’ના ડિરેક્ટરને આસિસ્ટ કર્યું

Share:

ઇન્સ્ટાગ્રામ પર તેણે ફિલ્મનાં સ્ક્રિનિંગ વખતની તેમજ સેટ પર તેણે કરેલાં કામ વખતની તસવીરો શેર કરી હતી

Mumbai, તા.૨૨

વિકી કૌશલ, એમી વિર્ક અને તૃપ્તિ ડિમરીની ‘બૅડ ન્યૂઝ’ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મ સાથે સુષ્મિતા સેનની દિકરી રિની સેન પણ જોડાયેલી છે, તેમાં તેણે ઇન્ટર્ન આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે આ ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ તેમજ આભાર પ્રકટ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે ફિલ્મનાં સ્ક્રિનિંગ વખતની તેમજ સેટ પર તેણે કરેલાં કામ વખતની તસવીરો શેર કરી હતી. તેણે ફિલ્મના ડિરેક્ટર આનંદ તિવારી સાથે પણ એક તસવીર શેર કરી હતી, જેમાં બંને ખુશ દેખાતા હતા. આ સાથે ફિલ્મ ક્રેડિટમાં તેના નામની તસવીર પણ તેણે શેર કરી હતી. એક તસવીરમાં તે વિકી અને તૃપ્તિનો સીન હેન્ડલ કરતી પણ જોવા મળે છે. આ તસવીરોની પોસ્ટમાં તેણે લખ્યું હતું,“બૅડ ન્યુઝના સેટ પર કામ કરવા માટે હું દરેકની ઋણી છું. કોઈ ફિલ્મ સ્કૂલમાં જવા જેટલો સારો અનુભવ હતો…કદાચ તેનાથી પણ સારો…ફિલ્મના અદ્દભુત ક્રૂ પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે અને મેં જીવનભરના મિત્રો બનાવ્યા છે.” આ અનુભવ બદલ સહુનો આભાર વ્યક્ત કરતાં તેણે લખ્યું, “હું ડિરેક્ટર આનંદ તિવારીની આભારી છું. આ તક આપવા માટે આભાર અને હું આશા રાખું કે એક દિવસ તમે મને પણ ડિરેક્ટ કરો. મારી આટલી સારી શરૂઆત માટે હું ડિંપલ મેથિઆસ અને અમ્રિતપાલ બિન્દ્રાની આભારી છું.” આગળ રિનીએ લખ્યું,“મને બધું જ શીખવવા માટે અને બધી જ યાદો માટે અમનનો આભાર…તમે મારી સફરનો મહત્વનો ભાગ રહ્યા છો. ખાસ કરીને આ શક્ય બનાવવા માટે રેશ્મા શેટ્ટી મેમનો આભાર.” અંતે તેણે લખ્યું,“આપણે કરી બતાવ્યું, ટીમ! બૅડ ન્યૂઝ માટે ચીઅર્સ.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *