Surendranagar, તા.3
સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથેક જંક્શન રોડ ખાતે રહેતા કિરીટભાઇ બુધાભાઇ ગાડલીયાએ ધમકી આપ્યા અંગે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમના બહેન દક્ષાબેનના લગ્ન 16 વર્ષ પહેલા પાળીયાદ ખાતે રાજેશભાઇ પરમાર સાથે થયા હતા. 4 વર્ષ પહેલા રાજેશભાઇનું કોરોના બિમારીથી મોત થયું હતું. ત્યારથી બહેન સુરેન્દ્રનગર રહે છે પરેતુ તેમના દીયર બોટાદના રહીશ સુભાશભાઇ પરમાર ફોન કરી રૂ. 9 લાખ ખર્ચ કર્યો તે મને આપી જાવ નહીંતર સુખેથી રહેવા નહીં દઉ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપે છે. આથી સિટી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રજુઆત
સુરેન્દ્રનગર થાનગઢના રહીશે તેમની પુત્રવધુની નોર્મલ પ્રસુતિના બદલે સિઝેરિયન કર્યું હોવાની ફરિયાદ સાથે તબીબ વિરુદ્ધ જિલ્લા પંચાયતમાં અને પોલીસ અધિક્ષક કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. થાનગઢના વીનુબેન સંજયભાઈ પનારાની સારવાર ડો. રાજેશ ઝાલાની ચામુંડા હોસ્પિટલમાં ચાલતી હતી. નવમાં મહિને તેઓ બતાવવા ગયા.
ત્યારે ડોક્ટરના કહેવાથી ત્યાં રોકાયા અને રાત્રીના 9 વાગ્યા સુધી પ્રસુતિ નહીં થતા ડોક્ટરે સિઝેરીયનનું જણાવ્યું હતું. ડોક્ટરે કહ્યું હતું કે ડિલિવરી કરવામાં હાડકુ નડે છે અને ડિલિવરી થતી નથી આથી સિઝેરિયન કરવું પડશે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેવું કહી અમારી પાસેથી રૂા.15000 એડવાન્સ ડિપોઝિટ પેટે લીધા હતા.