Surendranagar જિલ્લામાં પોન્ઝી સ્કીમનાં નામે રૂા. 69 લાખની છેતરપીંડીની ફરિયાદ

Share:

Surendranagar , તા. 8
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડીની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના ઇવેન્ટ મેનેઝમેન્ટનો બિઝનેસ કરનાર ઉધોગકાર સાથે એક કા ડબલના નામે છેતરપીંડીની ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે.

મુળી તાલુકાના સિદ્ધસર ગામે રહેતા અનિરૂદ્ધસિંહ ઝાલા સહિત 3 લોકોએ પોન્ઝી સ્કીમના નામે 69 લાખની છેતરપીંડી કરી છે.ડબલ રકમ કરવાના નામે રૂપિયા લઈ લેવામાં આવ્યા.

ત્યાર બાદ બાળકોને રમત રમવાની નોટો આપવામાં આવી હોવાનો ધડાકો કરવામાં આવ્યો છે. ભોગ બનનાર વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અવારનવાર આવી પોન્ઝી સ્કીમના નામે લાખોની છેતરપીંડીની ઘટનાથી લોકોમાં અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *