Surat,તા.10
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થમારો કરનારા 28 આરોપીને આજે બપોરે ત્રણ વાગ્યે સુરત કોર્ટમાં રજૂ કરાશે. આ પથ્થરમારા પાછળ કોઈ સુનિયોનિત કાવતરું હતું કે નહીં તેની તપાસ કરવા માટે પોલીસ 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે તેમજ સગીરોના બ્રેશવોશ કરાયાની પણ તપાસ કરશે. આ સિવાય પણ કેટલીક દલીલો કરીને રિમાન્ડ માંગવામાં આવશે એવું સૂત્રોએ જણાવ્યું છે.
આ ઘટનાની વિગત એવી છે કે, સુરતના સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારે રાત્રે ગણેશ પંડાલ પર કેટલાક કિશોરોએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ભડકેલી હિંસામાં તોફાની તત્ત્વોએ વાહનોમાં તોડફોડ કરી આગચંપી પણ કરી હતી. જો કે પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈને સ્થિતિ કાબુમાં લઈ લીધી હતી. સુરત પોલીસને શંકા છે કે, ગણેશ પંડાલ પર પથ્થમારો કરવામાં કોઈ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. આ આરોપીઓનો હેતુ શાંતિ ડહોળવાનો પણ હોઈ શકે છે, જે ખૂબ જ ગંભીર ગણાય.
આ ઘટનાની તપાસ માટે પોલીસે છ ટીમ બનાવી છે. આ પૈકી એક ટીમ સીસીટીવી કેમેરાના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરી રહી છે. આ કેસમાં પોલીસ અન્ય એંગલથી પણ તપાસ કરી રહી છે.
આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બાદમાં પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી તપાસમાં જાણવા મળ્યું છે કે, ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને શહેરની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. પ્રાથમિક તપાસમાં આ એક પૂર્વયોજિત કાવતરું લાગી રહ્યું છે. પથ્થરમારાની ઘટનામાં સુરત પોલીસે ત્રણ ગુના નોંધીને છ તરુણ સહિત 28 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ, રવિવારથી સુરતના સૈયદપુરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને ડ્રોનની મદદથી સર્વેલન્સ પણ હાથ ધરાયું છે. આ ઉપરાંત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમને પણ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરી દેવાઈ છે. આ ઘટનામાં પોલીસે ઝડપેલા આરોપીઓ નીચે પ્રમાણે છે, જેમને આજે ત્રણ વાગ્યે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે.
પથ્થરમારાની ઘટનાના આરોપીઓ.
1. અશરફ અબ્દુલ સલમાન અન્સારી
2. આસિફ મહેબુબ સૈયદ
3. અલ્તાફ સુલેમાન ચૌહાણ
4. ઇસ્તિયાક મુસ્તાક અન્સારી
5. આરીફ અબ્દુલ રહીમ
6. તલ્હા મજદરુલ સૈયદ
7. ઇલ્યાસ ગુલામુન શેખ
8. ઈરફાન મોહમ્મદ હુસેન બાગ્યા
9. અનસ આમિર ચરમાવાલા
10. મોહમ્મદ સાકિલ મોહમદ યુસુફ ગાડીવાલા
11. આસીફ મહિર વિધ્ય
12. ઇમાંમુલ ઈસ્માઈલ શેખ
13. ફૈમુદ્દીન હુસૈનુદીન સૈયદ
14. સાજીદ શેખ અબ્દુલ મુનાફ માસ્ટર
15. આબનજી હસન અલુબકર
16. તૈયબાની મુસ્તફા કાદર અલી
17. ઇમરાન અલી મોહમ્મદ પરીયાણી
18. ઈરફાન સુલેમાન કમાણી
19. કાજી હુસેરા સાઉદ અહેમદ
20. મોહમ્મદ વાસી સૈયદ સુદુકી
21. મોહમ્મદ અયાન મોહમ્મદ રઈશ
22. મોયુદ્દીન ભીખા ઘાંસી
23. સોહેબ સાહિલ ઝવેરી
24. ફિરોજ મુખ્તાર શા
25. અબ્દુલ કરીમ રસિદ સહેમદ
26. જુનેદ વહાબ શેખ સાથે અન્ય 2 સહિત 28 આરોપી.
બચ્ચા ગેંગનો 10 ગણેશ પંડાલોમાં પથ્થરમારાનો પ્લાન હતો
સુરતના સૈયદપુરા વિસ્તારના ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારો ગેંગલીડર યુવક છેલ્લા ત્રણ મહિનાથી મદરેસામાં જતો હતો. આશ્ચર્યની વાત એ છે કે, 12 વર્ષના આ કિશોરે સૈયદપુરા સહિત લાલગેટના 10 ગણેશ પંડાલ પર રોજ પથ્થરમારો કરવાની યોજના ઘડી હતી. છેલ્લા ત્રણ મહિનાથી મદરેસામાં જઈ રહેલા આ કિશોરે અન્ય છ મિત્ર સાથે મળીને એક ગેંગ બનાવી હતી, જેને તેમણે બચ્ચા ગેંગ નામ આપ્યું હતું. આ કિશોર બે દિવસથી વરિયાવી ચા રાજાના પંડાલમાં ગણેશજીની પ્રતિમા પર શનિવારે પણ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આખરે તે રવિવારે સફળ થયો હતો. આ દરમિયાન તેણે રવિવારે રાત્રે ફરી એકવાર પોતાની ગેંગના અન્ય પાંચ છોકરા સાથે મળીને પથ્થરમારો કર્યો હતો, જેથી આ કાવતરાનો પર્દાફાશ થયો હતો.
ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી ચાંપતી સુરક્ષા વ્યવસ્થા
આ ઘટના પછી સુરત પોલીસે શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સર્વેલન્સ શરૂ કરાયું છે. એટલું જ નહીં, પોલીસે ફૂટ પેટ્રોલિંગ પણ ચાલુ કરી દીધું છે. એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમના જવાનો પણ તહેનાત કરી દેવાયા છે.