Surat Municipalityનીસુમન સ્કૂલમાં AI,કોડીંગ, રોબોટિક્સ ટેકનોલોજીનું શિક્ષણ આપવા લેબ બનાવવા કવાયત

Share:

Surat,તા.23

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ખાનગી શાળા જેવી સુવિધા અને શિક્ષણ આપી રહી છે ત્યારબાદ હવે સુરત પાલિકા સંચાલિત માધ્યમિક શાળાઓ પણ ખાનગી શાળાઓની હરીફાઈ કરવા જઈ રહી છે. સુરત પાલિકાની સુમન સ્કૂલમાં પાલિકાની સુમન સ્કૂલમાં AI, કોડીંગ, રોબોટિક્સ ટેકનોલોજીનું શિક્ષણ આપવા માટે સાડા ત્રણ કરોડના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. પાલિકાની 12 સુમન સ્કૂલમાં AI, કોડીંગ, રોબોટિક્સ ટેકનોલોજીનું શિક્ષણ ટ્રેનર દ્વારા આપવામાં આવશે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેના પર ગુરુવારે નિર્ણય કરાશે. 

હાલ શિક્ષણ જગતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે અને ખાનગી શાળામાં ટેકનોલોજીને લગતી માહિતી સાથે શિક્ષણ આપવામા આવી રહ્યું છે. આવા સમયે સુરત પાલિકાની સુમન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા કવાયત શરૂ થઈ છે. સુરત પાલિકાના બજેટમાં પાલિકાની સુમન સ્કૂલમાં ટેકનોલોજી પ્રકારનું શિક્ષણ મળે તે માટેની જોગવાઈ કરવામાં આવી હતી તે હવે સાકાર થવા માટે જઈ રહી છે. 

સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), કોર્ડિંગ, રોબોટિક્સ, ડ્રોન ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવા માટે પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સુરત પાલિકાની 12 જેટલી સુમન સ્કૂલમાં પાયલોટ પ્રોજેક્ટ આવા પ્રકારના અભ્યાસક્રમ શરૂ  કરવા માટેના ટેન્ડરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે સાડા ત્રણ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે. 

શહેર સહિત રાજ્યમાં ખાનગી શાળાઓમાં તાલીમ આપનારી કેટલીક સંસ્થાઓ તરફથી તાજેતરમાં મ્યુનિ.  કમિશનર સમક્ષ પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે પાલિકા સંચાલિત સુમન સ્કૂલના વિદ્યાર્થીઓને પાયલોટ પ્રોજેક્ટમાં AI, કોડીંગ, રોબોટિક્સ ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવશે. આગામી દિવસોમાં વધુ સ્કૂલમાં પણ આ પ્રકારનું શિક્ષણ મળવાના ટેન્ડર પર સ્થાયી સમિતિ નિર્ણય કરશે ત્યારબાદ પાલિકાની 12 સુમન સ્કૂલમાં વિદ્યાર્થીઓને AI, કોડીંગ, રોબોટિક્સ ટેકનોલોજીનું શિક્ષણ આપવા લેબ શરૂ કરીને ટ્રેનર દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કામગીરી માટે કામગીરી સંતોષ કારક રહે તો વધુ ત્રણ વર્ષનો ઈજારો અપાશે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *