Surat,તા.21
સુરત મહાનગરપાલિકાએ બનાવેલા કેટલાક કોમ્યુનિટી હોલ ની દેખરેખ ન રખાતી હોવાને કારણે ભાડે લેનાર માટે આ હોલ આફત રૂપ બની રહ્યા છે. લોકો ઓછા ભાડા ને કારણે હોલનું બુકિંગ કરાવી દે છે. પરંતુ કેટલાક કોમ્યુનિટી હોલ માં ભારે ગંદકી અને તોડફોડ સહિત અનેક સમસ્યા હોવાથી મારે લેનાર વ્યક્તિ ની હાલત કફોડી થઈ જાય છે. આવા કોમ્યુનિટી હોલ માં પ્રસંગ ઉજવણી ભાડે લેનાર માટે અનેક મુશ્કેલીઓ ઊભી કરે છે.
સુરત શહેરના ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે પાલિકાએ બનાવેલા કોમ્યુનિટી હોલ આશીર્વાદ સમાન છે. પરંતુ પાલિકા દ્વારા આ કોમ્યુનિટી હોલ ની યોગ્ય માવજત ન થતી હોવાને કારણે કોમ્યુનિટી હોલ અને સમસ્યાનો ભંડાર બની રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પરવત ગામના કોમ્યુનિટી હોલ ભાડે લેનારા માટે આફત રૂપ બની ગઈ છે.
પાલિકાના કોમ્યુનિટી હોલનું બુકિંગ કરનારા કમલેશ ભાઈ મનોરો કહે છે, પાલિકાના કોમ્યુનિટી હોલની આવી બદતર હાલત છે તેની ફરિયાદ કરવા માટે કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી પણ હાજર નથી. આવી સ્થિતિમાં હોલ ભાડે લેનારાઓની મુશ્કેલી વધી રહી છે. અહી ભાડે રાખીને પ્રસંગ માટે આવ્યા હતા પરંતુ ઠેર ઠેર ગંદકી હતી અને ડ્રેનેજ ઉભરાતી હતી તથા અનેક જગ્યાએ ગંદકી હતી. રસોડામાં પણ ભારે ગંદકી હોવાથી રસોઈ બનાવવા માટે પણ મુશ્કેલી પડી રહી છે.