Suratના પાલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઉભરાતી ગટર લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી

Share:

Surat ,તા.30

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાલિકાની ડ્રેનેજ સતત ઉભરાઈ રહી છે. આ ઉભરાતી ગટર લોકોના આરોગ્ય માટે જોખમી બની રહી છે. અનેક ફરિયાદ છતાં પણ આ સમસ્યાનો નિકાલ થયો નથી. 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં પાલ ગામ નજીક પીપલ્સ બેંક પાસેના રોડ પર તાલુકાની ડ્રેનેજ ઉભરાઈ રહી છે. એક સપ્તાહ જેટલો સમય થયો છે છતાં આ ઉપરાતી ગટર બંધ થતી નથી. ગટરનું ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે ખતરો થઈ રહ્યો છે. માજી કોર્પોરેટર દ્વારા આ અંગે પાલિકાને ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી સમસ્યાનું નિરાકરણ થયું નથી. આ ગટર ઉભરાતી બંધ નહીં થતાં આસપાસના લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *