Maharashtra, તા.7
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ મહાયુતિ સરકાર રચાતા જ હવે વિપક્ષ મહાવિકાસ અઘાડીમાં ગાબડા શરુ થઇ ગયા છે અને સૌ પ્રથમ શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપીના સુપ્રિયા સુલે સહિતના તમામ આઠ સાંસદો હવે ગમે તે સમયે અજીત પવારના નેતૃત્વની એનસીપીમાં જોડાઇ જાય તેવા સંકેત છે.
આ જોડાણને શરદ પવારના પણ આશિર્વાદ હોવાનું માનવામાં આવે છે. જ્યારે બીજા સંકેતમાં બન્ને એનસીપી એક પણ થઇ શકે છે. અને ધારાસભામાં પણ બન્ને પક્ષ એક સાથે થઇ જશે. ચૂંટણી પંચે અગાઉ જ અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના અસલી એનસીપી જાહેર કરી છે અને ધારાસભા ચૂંટણીમાં પણ શરદ પવારના પક્ષનો અત્યંત નબળો દેખાવ થતાં જ અટકળો શરુ થઇ ગઇ હતી.
બીજી તરફ એવા પણ અહેવાલ હતા કે ફરી એક વખત બન્ને એનસીપી એક સાથે થઇ જશે. શરદ પવારના પુત્રી અને સંસદ સુપ્રિયા સુલેએ હાલમાં જ મુખ્યમંત્રી દેેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી અને એવું પણ કહ્યું હતું કે મહાયુતિ સરકારમાં મોટાભાગના મંત્રીઓએ હજુ ચાર્જ લેવાનો બાકી છે પરંતુ એક માત્ર મુખ્યમંત્રી જ સૌથી વધુ સક્રિય દેખાય છે તે સારી બાબત છે અને હું તેમને શુભેચ્છા આપું છું.
તે વખતે હવે મહાવિકાસ અઘાડીને મોટો ફટકો પડે અને ગઠબંધન વિખેરાય જાય તેવી પણ શક્યતા એનસીપી શરદ પવારે લોકસભાની દસ બેઠકો પર ચૂંટણી લડી હતી અને આઠ જીતી હતી. આમ તેમાં લોકસભામાં તમામ સભ્યો જેમાં અજીત પવારના પુત્રી સુપ્રિયા સુલે પણ સામેલ છે તેઓ હવે કાકાનું નેતૃત્વ સ્વીકારે તેવા સંકેત છે.