California,તા.13
સ્પેસ સ્ટેશન પર ફકત આઠ દિવસના ‘પ્રયોગ’ માટે પહોંચ્યા બાદ 9 માસથી વધુ સમયથી ફસાઈ ગયેલા અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથીદાર બૈરી વિલ્મોરની પૃથ્વી પર વાપસી વધુ વિલંબમાં પડે તેવી ધારણા છે. જે અવકાશયાન ક્રુ-10 તેમને પરત લેવા જવાનું હતું તેની હાઈડ્રોલીક સીસ્ટમમાં કોઈ ક્ષતિ સર્જાતા હવે તેનુ જે લોન્ચીંગ થવાનુ હતું તે મુલત્વી રખાયુ છે.
આજે અમેરિકી સમય મુજબ સાંજે 7.30 વાગ્યે તેની ઉડાન શકય બને તેવી ધારણા છે. ફાલ્કન 9 રોકેટ જે યાનને સ્પેસ લેબમાં લઈ જાય છે તેની હાઈડ્રોલીક સીસ્ટમમાં ક્ષતિ દેખાતા જ કાઉન્ટ ડાઉન અટકાવી દેવાયુ હતું. આ યાનમાં બે અમેરિકી સહિત ચાર યાત્રી સવાર પણ થઈ ગયા હતા પણ અંતિમ ઘડીએ ઉડાન મુલત્વી રહેલા તેઓને પણ બહાર બોલાવી લીધા હતા.
હવે અમેરિકી સમય મુજબ સાંજે 3.25 કલાકે ફરી કાઉન્ટડાઉન શરૂ થશે. એક વખત યાન ને સ્પેસલેબ સાથે જોડાઈ જશે તો તા.17ના રોજ સુનિતા અને તેના સાથી ઉપરાંત અન્ય બે અવકાશયાત્રી પૃથ્વી પરની વળતી સફર શરૂ કરશે છતા પણ હવે જયાં તે લેન્ડ થવાનું છે તે ફલોટીંગથી દુર સ્પેસશટલ ડાઉન-ભૂમી સ્થળ પર હવામાન ખરાબ છે.
અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેથસેથએ એક સંદેશ જાહેર કરીને સુનિતા વિલિયમ્સ અને તેના સાથીઓના પરત આગમન માટે તમો ઉત્સુક હોવાનું જણાવ્યુ હતું.