Mumbai,તા.28
બોલિવુડ અભિનેતા ગોવિંદા અને તેની પત્નિ સુનિતા આહુજા હાલના સમાચારોમાં છે. મીડીયો રીપોર્ટમાં દાવો કરાયો છે કે બન્નેએ 37 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લીધો છે જોકે ગોવિંદાનાં વડીલ લલીત બિંદલે જણાવ્યું છે કે બન્ને વચ્ચે કેટલીક ગેરસમજો છે.
સુનિતાએ તલાકની અરજી આપી છે પણ ખૂબ ઝડપથી બન્ને વચ્ચેની સમસ્યા ઉકેલાઈ જશે.નોટીસ મારી પાસે છે. જયારે અભિનેતાનાં મેનેજર શશીસિંહાએ જણાવ્યું હતું કે બન્ને વચ્ચે મનદુ:ખ નથી માત્ર વિચારોનાં મતભેદ છે.
ગોવિંદાનાં વકીલે વધુમાં જણાવ્યું હતું કે, મામલાને વધારીને રજુ કરવામાં આવ્યો છે આ અફવા છે અને અભિનેતા કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો. ગોવિંદાના વકીલે જણાવ્યું હતું કે ગોવિંદાએ પરિવાર સાથે નેપાળ યાત્રા કરી હતી.
જેમા પશુપતિનાથ મંદિરમાં બન્ને (ગોવિંદા અને સુનિતા)એ સાથે પૂજાવિધી કરી હતી. જોકે અન્ય રિપોર્ટ કહે છે કે સુનિતાએ પતિ ગોવિંદા સાથે નહી દીકરી ટીના સાથે નેપાલ યાત્રા કરી હતી.