Mumbai,તા.01
ફિલ્મી દુનિયામાં તે સમયે હલચલ મચી ગઈ જ્યારે બી-ટાઉનના સ્ટાર કપલ ગોવિંદા અને સુનીતા આહુજાના અલગ થવાના સમાચાર ચર્ચામાં છવાઈ ગયા. છેલ્લા 37 વર્ષથી હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કર્યા બાદ અચાનક તેમના અલગ થવાના સમાચારોએ ચાહકોને ચોંકાવી દીધા. જોકે, હવે તેમની વચ્ચે સમાધાનની ચર્ચા છે.
ગોવિંદાની એક મરાઠી એક્ટ્રેસની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેરની અફવા વાયરલ થઈ, એવા સમાચાર આવ્યા કે સુનિતા આહુજાએ તેને ડિવોર્સ નોટિસ મોકલી છે. ગોવિંદાના વકીલે દાવો પણ કર્યો કે સુનિતા આહુજાએ તેને 6 મહિના પહેલા ડિવોર્સની નોટિસ મોકલી હતી અને હવે બંનેએ પોતાના સંબંધને સાચવી લીધો છે. આ દરમિયાન સુનિતાનો
ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો એક વીડિયો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વીડિયોમાં તે પતિથી અલગ થવાની અફવાને ફગાવતી નજર આવી. સુનિતાએ વીડિયોમાં કહ્યું, ‘અલગ-અલગ રહીએ છીએ એટલે કે જ્યારે તેઓ રાજકારણમાં જોડાયા હતાં ત્યારે મારી પુત્રી યુવાન થઈ રહી હતી તો તમામ કાર્યકર્તા ઘરે આવતાં હતાં તો હવે જવાન પુત્રી છે, અમે છીએ, અમે શોર્ટ્સ પહેરીને ફરીએ છીએ તેથી અમે સામે જ એક ઓફિસ લીધી હતી.’ સુનિતા આહુજાએ સ્પષ્ટતા આપ્યા બાદ પતિ ગોવિંદાથી અલગ થવાની અફવા પર કહ્યું હતું, ‘અમને મને અને ગોવિંદાને આ દુનિયામાં જો કોઈ માઈનો લાલ અલગ કરી શકે તો સામે આવીને બતાવે.’
સુનિતા આહુજાનો આ વીડિયો થોડા મહિના જૂનો છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે નિવેદન આપ્યું હતું કે ‘હું અને ગોવિંદા અલગ-અલગ ઘરમાં રહીએ છીએ. દરમિયાન લોકોએ અટકળો લગાવવાની શરૂ કરી દીધી હતી કે શું બંને અલગ થઈ ગયા છે. ત્યારે સુનિતાએ આ નિવેદન આપ્યું હતું. તાજેતરના જ દિવસોમાં પણ સુનિતા ઘણી વખત પોતાની પર્સનલ લાઈફને લઈને મોટા ખુલાસા કરી ચૂકી છે. તેણે એ પણ જણાવ્યું હતું કે હું એકલી પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરું છું અને હવે પોતાના માટે પોતાનું જીવન જીવી રહી છું.’