Indonesia માં 6.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Share:

Indonesia,તા.05

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આજે બુધવારે (5 ફેબ્રુઆરી) ભયાનક ભૂકંપ આવ્યો હતો. 6.2ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તરીય માલુકુના તટ પર દર્શાવવામાં આવ્યું છે. જિયોફિઝિક્સ અનુસાર, ભૂકંપ 81 કિમી (50 માઈલ) ઊંડું હતું. જો કે, તેનાથી સુનામીનું કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું છે.

સુનામીનો ખતરો નહીં 

ઉલ્લેખનીય છે કે અવારનવાર ઈન્ડોનેશિયામાં ભૂકંપ આવતા રહે છે ત્યારે બુધવારે આવેલા ભૂકંપની તીવ્રતા વધારે હોવાથી લોકો ફફડી ગયા હતા. ઈન્ડોનેશિયાના ભૂકંપ કેન્દ્રએ પણ હજુ સુધી કોઇ મોટા નુકસાનની માહિતી આપી નથી. ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂંકપ અને જ્વાળામુખી ફાટવાની ઘટના બનતી રહે છે. જેની પાછળનું કારણ તેનો વિસ્તાર છે. ઈન્ડોનેશિયા પૃથ્વીના રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે. જ્યાં પૃથ્વીની અનેક ટેક્ટોનિક પ્લેટ્સ જોવા મળે છે. જેના લીધે આ પ્રકારની કુદરતી દુર્ઘટના બને છે.

ભૂકંપની તીવ્રતા વધુ

ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપથી લોકો ભયભીત બન્યા છે. પરંતુ કોઈ મોટા નુકસાનની ભીતિ ટળી છે. સુનામીનું જોખમ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા અને સમય જાણવા માટે સિસ્મોગ્રાફનો ઉપયોગ થાય છે. આ ડિવાઈસ ધરતીની અંદર થતી ધ્રુજારીનો ગ્રાફ બનાવે છે. જેના આધારે તીવ્રતા, ભૂકંપનું કેન્દ્ર બિંદુ જાણી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *