Dhaka,તા.06
સરસ્વતી પૂજન અને ધોરણ 10 અને 12 માટે તણાવ મુક્ત પરીક્ષા સેમિનાર ક્રિસ્ટલ સ્કૂલ અને રોટરી કલ્બના સંયુક્ત ઉપક્રમે યોજયો હતો આ સેમિનાર માં બે વખત રીરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર જૂનાગઢના પ્રતિષ્ઠીત શિક્ષક બલદેવપરી દ્વારા બાળકોને મોટીવેશન અને આધુનિક ટેકનોલોજી ના માધ્યમથી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હોશિયાર વિદ્યાર્થી કેવી રીતે સંપૂર્ણ ગુણ મેળવી શકે અને નબળા વિદ્યાર્થીઓ ગણિત જેવા વિષયમાં ઉતીર્ણ થઈ શકે તેમને મહત્વપુર્ણ ટીપ્સ શિક્ષક શ્રી એ સમજાવી હતી. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભરાઈ,સફળતા મેળવવાના સોપાનો ની જીણવટ ભરી સર્ચા પ્રેઝન્ટેશન સાથે કરી હતી જેમાં વિષય પણ ‘ સ્વયંભૂ ઉર્જા સ્ત્રોત ‘ રહ્યો હતો આ સેમિનારમાં સંસ્થાના સ્થાપક ચેરમેન જેશવાલ સાહેબ,હાર્દિક સાહેબ સાહેબ ,રોટરી કલ્બ ના પ્રમુખ મનસુખભાઇ, ડૉ.ગોડસે,રવિભાઈ, સામાની,ગિરીશભાઈ,રાજેશભાઈ,જનકભાઈ,સભ્યો શાળાના પ્રિન્સીપાલ ઉમાંબેન ,જ્યોતિબેન અને શિક્ષણ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
