બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહેલી અમર કૌશિકની ફિલ્મ સ્ત્રી ૨ને જોતા લાગે છે કે તે અટકવાનું નથી
Mumbai, તા.૧૯
રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ૨નું હાલ બોક્સ ઓફિસ પર શાસન ચાલુ છે. આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ થયાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે અને તે તેની અસર જાળવી રહી છે. ૧૫ ઓગસ્ટે રિલીઝ થનારી આ ફિલ્મ નવી રિલીઝ થયેલી ફિલ્મોને ટક્કર આપી રહી છે. કરીના કપૂર બકિંગહામ મર્ડર્સ, શાહરૂખ ખાનની વીર ઝારા અને શોહમ શાહની તુમ્બાડ, જે થિયેટરોમાં ફરીથી રજૂ કરવામાં આવી હતી, તે પણ સ્ત્રી ૨ની કમાણી પર વધુ અસર કરી શકી નથી. અમર કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મ સ્ત્રી ૨ એ માત્ર ૨૭ દિવસમાં ગદર થી પઠાણ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. જે બાદ હવે એનિમલ પણ સાઈડ થઇ ગઈ છે. સ્ત્રી ૨ એ ૨૦૧૮ માં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રીની સિક્વલ છે. ૬ વર્ષ પહેલા આવેલા ફિલ્મના પહેલા પાર્ટે ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. ૨૭માં દિવસે, સ્ત્રી ૨ એ પઠાણને પાછળ છોડી દીધી હતી અને પોતે ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. ૨૬માં દિવસે ફિલ્મે ૫૫૫.૦૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જ્યારે મંગળવારનું કલેક્શન ૩ કરોડ રૂપિયા હતું. જોકે બુધવારે કમાણી થોડી ધીમી હતી. આ ફિલ્મે પહેલીવાર એક દિવસમાં ૩ કરોડથી ઓછું કલેક્શન કર્યું હતું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર ૩૪માં દિવસે જીિંીી ૨નું કલેક્શન ૨.૬૫ કરોડ હતું. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં ૫૮૬ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. સ્ત્રી ૨નું ૩૩મા દિવસનું કલેક્શન હજુ પણ શાહરૂખ ખાનના જવાન કરતાં ૨૧૩% વધુ છે. ન્યૂઝ વેબસાઈટ કોઈ મોઈ અનુસાર, જવાને ૩૩માં દિવસે બોક્સ ઓફિસ પર ૮૦ લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ૨ એ ઘણા નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સ્ત્રી ૨ એ પઠાણના કલેક્શન (૫૪૩.૨૨ કરોડ) અને એનિમલના ૫૫૪ કરોડના કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ સિવાય આ ફિલ્મ શાહરૂખ ખાનની જવાનને પાછળ છોડીને હિન્દી વર્ઝનમાં સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની ગઈ છે. આ રીતે, સ્ત્રી ૨ એ વર્ષ ૨૦૨૩ ની દરેક ફિલ્મને હરાવવાનો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.