Nakhtrana,તા,11
રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પથ્થરમારાની ઘટના વધી રહી છે, સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની છે. ગઈ કાલે (10 સપ્ટેમ્બર) સાંજે કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો.
ચાર સગીર સહિત આઠની અટકાયત
કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાની જાણ થતા જ પોલીસે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને મૂર્તિ ખંડિત કરનારા આઠ વ્યક્તિની અટકાયત કરી છે. જેમાં ચાર સગીરનો પણ સમાવેશ થાય છે.
આ લોકોની કરાઈ અટકાયત:
1. મૌલાના ગુલામ હુસેન જાફર
2. આસિફ સુમરા પઢિયાર
3. સાહિલ રમજાન મંધારા
4. હનીફ જુસન મંધારા
પોલીસે શું કહ્યું ?
પોલીસે જણાવ્યું હતું કે, નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર ગઈ કાલે (10 સપ્ટેમ્બર) સાંજે પથ્થરમારો થવાની લોકલ પોલીસ સ્ટેશનને જાણ થતાની સાથે ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ શરુ કર્યું હતું. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે ખાતરી આપી છે.