State ના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો

Share:

Gandhinagar, તા.૨૭

રાજભવનમાં આજે રાજ્યના માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર વિપુલ રામપ્રસાદ રાવલ અને ભરત જમનાદાસ ગણાત્રાને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.

આ શપથવિધિ સમારોહમાં મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષચંદ્ર સોની, મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હરિત શુક્લ, માહિતી કમિશનર્સ સુબ્રમણ્યમ ઐયર, મનોજ પટેલ, નિખિલ ભટ્ટ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર સ્થિત રાજભવનના બૅન્કવેટ હૉલમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્માએ શપથવિધિ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *