વન-ડે ડેબ્યૂમાં South African ના બેટરે ૧૫૦ રન ઠોકી દીધા

Share:

દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્‌ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં ૧૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતિ

લાહોર, તા.૧૦

દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્‌ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં ૧૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રીટ્‌ઝકે ૧૪૮ બોલનો સામનો કરીને ૧૫૦ રન કરીને આઉટ થઇ ગયો હતો. જેમાં તેણે ૧૧ ચોગ્ગા અને ૫ છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા દુનિયાઓ કોઈ પણ બેટર આવું કારનામું કરી શક્યો નથી. તેણે લગભગ ૪૭ વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.    મેથ્યુ બ્રીટ્‌ઝકે અગાઉ દ. આફ્રિકા માટે ્‌૨૦ૈં અને ટેસ્ટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. પરંતુ તેણે વનડેમાં હવે ડેબ્યૂ કર્યું હતું. લાહોર ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની વનડે મેચમાં તે કેપ્ટન ટેમ્બા બાવુમાં સાથે ઓપનીંગ કરવા આવ્યો હતો. બાવુમાં ૨૦ રન બનાવીને આઉટ થઇ ગયો હતો અને પછી ટીમની એક પછી એક વિકેટ પાડવા લાગી હતી. પરંતુ મેથ્યુ બ્રીટ્‌ઝકે સતત ક્રીઝ પર ટકી રહીને તેણે સદી ફટકારી હતી. તેની સાથે જ ડેબ્યૂ મેચમાં તે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ સ્કોર બનાવનાર બેટર બની ગયો હતો.  વનડેની ડેબ્યૂ મેચમાં મેથ્યુ બ્રીટ્‌ઝકે પહેલા દ. આફ્રિકાના ત્રણ બેટરો સદી ફટકારી ચૂક્યા છે. કોલિન ઇન્ગ્રામે વર્ષ ૨૦૧૦માં ઝિમ્બાબ્વે સામેની ડેબ્યૂ મેચમાં ૧૨૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ટેમ્બા બાવુમાંએ વર્ષ ૨૦૧૬માં આયર્લેન્ડ સામેની ડેબ્યૂ મેચમાં ૧૧૩ રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજું નામ રીઝા હેન્ડ્રીક્સનું છે. તેણે વર્ષ ૨૦૧૮માં શ્રીલંકા સામેની ડેબ્યૂ મેચમાં ૧૦૨ રનની ઇનિંગ રમી હતી. પરંતુ હવે મેથ્યુ બ્રીટ્‌ઝકે આ બધાથી ખૂબ આગળ નીકળી ગયો છે. કારણ કે તેણે પોતાની પહેલી જ મેચમાં ૧૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમીને બધાને પાછળ છોડી દીધા છે. વેસ્ટ ઇન્ડીઝના સૌથી આક્રમક બેટરોમાંનો એક ડેસમંડ હેન્સે સન ૧૯૭૮માં એટલે કે લગભગ ૪૭ વર્ષ પહેલા પોતાની વનડે ડેબ્યૂ મેચમાં ૧૪૮ની શાનદાર ઇનિંગ રમી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *