South Actor અને તેની પત્નીને નડ્યો અકસ્માત

Share:

Chennai, તા.૧૨

તમિલ એક્ટર જીવા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. બુધવારે સાંજે એક્ટર જીવા પોતાની પત્ની સુપ્રિયા સાથે ચેન્નાઈ જઈ રહ્યો હતો અને રસ્તામાં તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત તમિલનાડુના કલ્લાકુરિચીમાં બની હતી. આ અકસ્માતમાં કારનું બમ્પર તૂટી ગયું હતું. જોકે, સદનસિબે આ અકસ્માતથી જીવા અને સુપ્રિયા ગંભીર રીતે ઘાયલ થયા નથી. આ અકસ્માતની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. ઇન્ડસ્ટ્રી ટ્રેકર મનોબાલાએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટ પર અકસ્માતના ફોટા અને વીડિયો પોસ્ટ કરતા લખ્યુ કે, “કલ્લાકુરિચીમાં એક્ટર જીવાની કારનો અકસ્માત થયો હતો. જોકે, કારને નુકસાન થયું હતું અને એક્ટર અને તેમની પત્નીને કોઈ ઈજા થઈ ન હતી.”

પોસ્ટ કરેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, અકસ્માતમાં જીવાની કારનું બોનેટ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે. આ અકસ્માતના કારણે તેની કારની આસપાસ લોકોની ભીડ એકઠી થઇ હતી. ઘણા લોકો આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યાં હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ થોડી જ વારમાં ત્યાં પહોંચી ગઈ અને મામલો સંભાળી લીધો. થોડીવાર પછી જીવા ત્યાંથી પત્ની સાથે બીજી કારમાં નીકળી ગયા હતા.

સાઉથ સ્ટાર જીવાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આગામી ફિલ્મ બ્લેક છે, જેમાં તેની સાથે પ્રિયા ભવાની શંકર કામ કરશે. એક્ટર છેલ્લે ફિલ્મ યાત્રા ૨ માં જોવા મળ્યો હતો, જેમાં તેણે એપીના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય અભિનેતા મેથાવી અને કન્નપ્પામાં પણ જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *