South actor Ajith Kumar ની કેજીએફ 3માં એન્ટ્રી

Share:

Mumbai,તા.26

સાઉથના અભિનેતા અજીત કુમારને દિગ્દર્શક પ્રશાંત નીલની બે ફિલ્મોમાં કામ કરવાની તક મળી છે. અભિનેતા અને દિગ્દર્શકની મુલાકાત થઇ ગઇ છે અને તેણ બે ફિલ્મો સાઇન કરી હોવાની ચર્ચા છે.  સૂત્રના અનુસાર, જેમાંની એક એકશન ડ્રામા ફિલ્મ હશે અને બીજી ફિલ્મ કેજીએફ ૩ હોવાનું  કહેવાઇ રહ્યું છે.  દિગ્દર્શકે અભિનેતા પાસે આ બે પ્રોજેકટ માટે ત્રણ વરસનો સમય માંગ્યો છે. જો બધુ સમૂસુથરુ ંપાર પડશે તો યશ અને અજીતને પ્રથમ વખત સ્ક્રિન પર સાથે જોવાની તક પ્રાપ્ત થશે.

રિપોર્ટના અનુસાર, પ્રશાંત નીલ સાથેની અજીતની પહેલી ફિલ્મનું હાલનું શીર્ષક એકે ૬૫ છે આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ કરવાની યોજના છે.

તેમજ કેજીએફ ૩ તેની ૬૬મી ફિલ્મ બનશે. પ્રશાંત હાલ સલાર ટુના શૂટિંગમાં વ્યસ્ત છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *