શ્રેષ્ઠ ગાયક માટે નોમિનેશન પણ ન મળતા Sonu Nigam આઈફાથી ખફા

Share:

Mumbai તા.13
સોનુ નિગમે જ્યારે ‘ભૂલ ભુલૈયા-3’ માટે ‘મેરે ઢોલના 3.0’ ગાયું ત્યારે આ ગીતને જ ફિલ્મની હાઈલાઈટ બનાવવામાં આવી હતી. આ ગીતને લાંબા સમય સુધી એક સરપ્રાઈઝ એલિમેન્ટ રખાયું હતું. આ ગીતના વખાણ પણ ખૂબ થયા હતા. પરંતુ આ ગીતને એવોર્ડ તો ઠીક પરંતુ ગાયક સોનુ નિગમને શ્રેષ્ઠ ગાયકોની યાદીમાં પણ સ્થાન ન અપાયું. તેથી સોનુ તેમજ તેના પ્રસંશકો ઘણા નારાજ થયા છે.

ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી દ્વારા 9 માર્ચે જયપુરમાં 25મા એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. જેમાં લાપતા લડીઝને 10 એવોર્ડ મળ્યા હતા. જ્યારે કાર્તિક આર્યનને ’ભુલ ભુલૈયા 3’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

હવે સોનુ નિગમે આયોજકોની ટીકા કરી છે કારણ કે તેને ‘ભૂલ ભુલૈયા 3’ના ‘મેરે ઢોલના 3.0’ માટે બેસ્ટ સિંગર કેટેગરીમાં નોમિનેશન પણ મળ્યું નહીં. આ ગીત સોનુ નિગમની કારકિર્દીના યાદગાર ગીતોમાંનું એક ગણાય છે. ત્યારે આ ગીત માટે નોમિનેટ થયેલાં લોકોની યાદીની એક તસવીર શેર કરીને સોનુ નિગમે લખ્યું, ધન્યવાદ આઇફા. આખરે તમારે પણ રાજસ્થાન સરકારને જવાબ આપવો પડે.

ત્યારે ઘણા લોકોને આ વાતનો સંદર્ભ સમજાયોનથી. હકીકત એવી છે કે, ડિસેમ્બર 2024માં રાજસ્થાનમાં ‘રાઇઝિંગ રાજસ્થાન’ નામનો કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત સોનુ નિગમના કોન્સર્ટનું આયોજન થયું હતું. તેમાંથી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજસ્થાન કેબિનેટના અન્ય મંત્રીઓ સહિતના રાજકારણીઓ કાર્યક્રમ વચ્ચેથી ઉભા થઈને ચાલ્યા ગયા હતા.

ત્યારે સોનુ નિગમે રાજકારણીઓને જો આખા કાર્યક્રમમાં ન બેસી શકે તેમ હોય તો કોન્સર્ટમાં ન જવા કહ્યું હતું. આ એવોર્ડમાં બેસ્ટ મેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં ‘લાપતા લેડીઝ’ના ‘સજની’ ગીત માટે અરિજિત સિંઘ, ‘બેડ ન્યૂઝ’નાં ‘તૌબા તૌબા’ ગીત માટે કરણ ઔજલા, ‘ક્રૂ’નાં ’નૈના’ માટે દિલજિત દોસાંજ, ‘આર્ટિકલ 370’ના ‘દુઆ’ માટે જુબિન નોટિયાલ અને ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’નાં ‘અખિયાં ગુલાબ’ માટે મિત્રાઝને નોમિનેટ કરવામાં આવ્યા હતા. તેમાંથી જુબિન નોટિયાલે એવોર્ડ જીત્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *