પ્રેગ્નેન્ટ છે સોનાક્ષી સિંહા? પતિ ઝહીર સાથેની લેટેસ્ટ પોસ્ટ જોઈને અભિનંદન આપવા લાગ્યા ફેન્સ
Mumbai,, તા.૩૦
બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને એક્ટર ઝહીર ઈકબાલ ૭ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ચાર મહિના પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. હવે તેમની લેટેસ્ટ પોસ્ટ જોયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અભિનેત્રી ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેના પહેલા બાળકને જન્મ આપશે. તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જો કે, અત્યાર સુધી આ અંગે સોનાક્ષી અને ઝહીર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.સોનાખી સિંહાએ થોડા કલાકો પહેલા ૨૮ ઓક્ટોબરના રોજ તેના પાલતુ કૂતરા અને પતિ ઝહીર ઈકબાલ સાથે એક ફોટો શેર કર્યો હતો. તેણે અનારકલી ટાઇપનો લાંબો કુર્તો પહેર્યો છે. તેને જોઈને એક ચાહકે કમેન્ટ કરી કે, ’પ્રેગ્નન્સી પર અભિનંદન.’ બીજાએ પૂછ્યું, ’શું તે ગર્ભવતી છે?’દરેક પરિણીત મહિલાની જેમ સોનાક્ષીએ પણ તેના પતિના લાંબા આયુષ્ય માટે ૨૦ ઓક્ટોબરે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ અને ફની વીડિયો પણ શેર કર્યો છે.સોનાક્ષી અને ઝહીરે વર્ષ ૨૦૧૭માં ડેટિંગ શરૂ કરી હતી. બંને ૨૦૨૨માં ફિલ્મ ’ડબલ એક્સએલ’માં જોવા મળ્યા હતા. બંનેએ ૨૩ જૂન ૨૦૨૪ના રોજ સિવિલ મેરેજ કર્યા હતા.