Sonakshi Sinha ઝહીર ઈકબાલના બાળકની માતા બનવા જઈ રહી છે

Share:

Mumbai,તા.૧૩

બોલિવૂડના ફેમસ કપલ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. હાલમાં જ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહા સાથે વેકેશન માણવા બહાર ગયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર દાવાઓ થવા લાગ્યા કે સોનાક્ષી સિન્હા પ્રેગ્નેન્ટ છે. સોશિયલ મીડિયા પર લોકોએ ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિન્હાને અભિનંદન આપવાનું શરૂ કર્યું છે. લોકોને કહી રહ્યા છે કે પ્રેગ્નન્સીને કારણે સોનાક્ષી સિન્હાનું વજન વધી રહ્યું છે. આ દરમિયાન સોનાક્ષી સિંહાએ પોતાની પ્રેગ્નેન્સીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે જ્યારે પ્રેગ્નન્સીના સમાચાર વાઈરલ થયા તો કેટલાક લોકોએ તેને અને ઝહીરને અભિનંદન પણ આપ્યા, જે સાંભળીને બંને ખૂબ હસ્યા. સોનાક્ષીએ જણાવ્યું કે લગ્ન બાદથી જ બંને દુનિયાભરમાં ફરે છે અને નવી જગ્યાઓ એક્સપ્લોર કરી રહ્યા છે.

એક ઈન્ટરવ્યુમાં પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરતા સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, હું તમને બધાને એક વાત કહેવા માંગુ છું કે હું માતા બનવાની નથી. લગ્ન પછી મારું વજન વધ્યું છે. એક દિવસ કોઈ ઝહીરને પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યું છે. આ જાણ્યા પછી મને વિચિત્ર લાગ્યું. હવે આપણે પણ આપણા અંગત જીવન અને લગ્નજીવનનો આનંદ ન માણવો જોઈએ? અમારા લગ્નને માત્ર ૪ મહિના જ થયા છે. અમે સતત મુસાફરી કરીએ છીએ.

સોનાક્ષી સિન્હાએ વધુમાં કહ્યું કે, અમે અમારું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તમને લાગે છે કે અમે માતા-પિતા બનવાના છીએ. જ્યારે લોકો મને મારી પ્રેગ્નન્સી પર અભિનંદન આપવા લાગે છે ત્યારે હું હસવા લાગું છું.

તેણે ઈન્ટરવ્યૂમાં કહ્યું પહેલા તમારે સત્ય જાણવું જોઈએ. એક મેં મારા કૂતરા સાથેનો ફોટો શેર કર્યો. તેના કારણે લોકો મને ગર્ભવતી કહેવા લાગ્યા. મારો આ ફોટો ગર્ભાવસ્થા સાથે કેવી રીતે સંબંધિત છે તે મને સમજાયું નહીં. લોકો વિચિત્ર છે. કંઈપણ લખવાનું શરૂ કરી દે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *