Zaheer સાથે વહેલા લગ્ન નહીં થયાનો Sonakshi ને અફસોસ

Share:

લાંબા સમયથી તે આ સમયની રાહ જોઈ રહી હતી અને જે જોઈતું હતું, તે મળી ગયું છે

Mumbai, તા.૧૭

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે ૨૩ જૂને મુંબઈમાં લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ સોનાક્ષી પોતાની ફિલ્મ ‘કાકુડા’ના પ્રમોશનમાં બિઝી હતી, જેના કારણે તેઓ લાંબા હનીમૂન પર જઈ શક્યા ન હતા. સોનાક્ષી બીજા હનીમૂન માટે ફિલિપાઈન્સ પહોંચી છે. સોનાક્ષી અને ઝહીર સાત વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા. સોનાક્ષીનું માનવું છે કે, ઝહીર સાથે વહેલા લગ્ન થયા હોય તો ઘણું સારું રહેત. જો કે ‘લેટ ઈઝ બેટર ધેન નેવર’ કહીને તેણે મન મનાવ્યુ હતું.  ઝહીર ઈકબાલ સાથે લગ્ન પહેલાથી જ સોનાક્ષીએ પોતાના સંબંધો અંગે ખુલીને વાત કરવા માંડી હતી. લગ્ન બાદ સોનાક્ષી પર્સનલ લાઈફ અંગે અપડેટ શેર કરતી રહે છે. સોનાક્ષીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તે બીજા હનીમૂન માટે ફિલિપાઈન્સ પહોંચી છે. અલગ ફ્લાઈટ હોવાથી ઝહીર તેની સાથે નથી આવ્યો અને તે ઝહીરની રાહ જોઈ રહી છે. ફિલિપાઈન્સ પહોંચતા પૂર્વે સોનાક્ષીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન રીસેન્ટ રિલીઝ ‘કાકુડા’ અંગે વાત કરી હતી. આ વર્ષે પ્રોફેશનલ ક્ષેત્રે ‘હીરામંડી’ બાદ ‘કાકુડા’ રિલીઝ થઈ છે. પર્સનલ લાઈફમાં ઝહીર સાથે લગ્નથી મોટી કોઈ ખુશી નથી.  સોનાક્ષીના મતે, લાંબા સમયથી તે આ સમયની રાહ જોઈ રહી હતી અને જે જોઈતું હતું, તે મળી ગયું છે. ઝહીર સાથે સમય વીતાવવાનું ખૂબ ગમે છે અને અમે ખરા અર્થમાં શ્રેષ્ઠ મિત્ર છીએ. કામમાં વ્યસ્ત રહેવાનું અને ઘરે આવીને ઝહીર સાથે રહેવાનું ખૂબ ગમે છે. આ સ્થિતિ પહેલા આવી હોત તો સારું થાત, પરંતુ કે ‘લેટ ઈઝ બેટર ધેન નેવર’. ઝહીર અને સોનાક્ષી સાત વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા અને આ સમયમાં સોનાક્ષી ખુલીને પોતાના સંબંધો અંગે વાત કરી શકી ન હતી. સોનાક્ષીએ જણાવ્યું હતું કે, તે દરેક વ્યક્તિને પોતાના સંબંધ અંગે કહેવા માગતી હતી. અમારા ફોટોગ્રાફ્સ શેર કરવા હતા, પરંતુ તેમ કરી શકી ન હતી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *