બહેનએ ભાઈને માતાની દવાનું બીલ ચૂકવી આપવાનું કહેતા સારું નહીં લાગતા માર માર્યો
Rajkot,તા.18
શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક નજીક નુતન નગર મેઇન રોડ ઉપર રહેતા પ્રજાપતિ પરિવારમાં માતાના દવાની રકમની ચુકવણીના મામલે ભાઈ બહેનને વાઇપર હોલે માર મારતા વચ્ચે છોડાવવા વચ્ચે પડેલા વૃદ્ધ માતાને પણ ગંભીર ઈજા પહોંચ્યા અંગેની માલવયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક નજીક નૂતન નગર મેન રોડ પર રહેતા નિર્મળાબેન કિશોરભાઈ કાનપરા નામના વૃદ્ધાએ પોતાના પુત્ર રવિના કિશોરભાઈ કાનપરા સામે માર મારીયા અંગેની માલવીયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી નિર્મળાબેન કાનપરાની પુત્રીએ ભાઈ પ્રવીણ કાનપરાની મમ્મીના દવાના બિલની રકમ ચૂકવણી કરી આપજે જેથી રવિન કાનપરાને સારું નહીં લાગતા બહેન સાથે ઝપાઝપી કરી વાઈફ વડે માર મારી ઈચ્છા કરી હતી ત્યારે વૃદ્ધ માતા નિર્મળાબેન કાનપરા છોડાવવા વચ્ચે પડતા પુત્ર રવિને માતા ને ડાબા હાથમા ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ માલવીયા નગર પોલીસ મથકને થતા પ્રો. પીએસઆઇ આર આર કોઠીયા સહિતનો તાપ દોડી જાય વૃદ્ધા નિર્મળાબેન કાનપરાની ફરિયાદ પરથી પુત્ર કાનપરા સામે ફરિયાદ નોંધી અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી રવિન કાનપરાની ધરપકડ કરવા દોડધામ આદરી છે