Somnath, તા.૪
જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાંજડીયા, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ તથા નાયબ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિશ્વપ્રસિઘ્ધ સોમનાથ મંદિરની સુરક્ષાની લઈને તેમજ શ્રાવણમાસ બહોળી સંખ્યામાં આવનાર દર્શનાર્થીઓની સુરક્ષાને ઘ્યાને લઈ અતિ વિશેષ પ્રકારે પોલીસ તંત્રને સજ્જ રહેવા તેમજ માર્ગદર્શન આપવા સાગર દર્શન ઓડિટોરીયમ હોલ ખાતે અધિ.કર્મચારીઓનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ. જે કાર્યક્રમની રૂપરેખા મુજબ પો.અધિ.મનોહરસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન મુજબ ના.પો.અધિ. વી.આર.ખેંગાર તથા પો.ઈન્સ.એમ.વી.પટેલ તથા પો.સબ.ઈન્સ.-૭, પોલીસ જવાનો-૨૩૦ તથા હોમગાર્ડસ અને ટી.આર.બી. તથા એસ.આર.ડી.ના જવાનો પબ્લીકની અવર-જવર વચ્ચે તેમજ ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભાગરૂપે તૈનાત રહેશે. તેમજ સોમનાથ શંખચક્ર સર્કલથી ત્રીવેણી નદી ઘાટ તેમજ મંદિર પ્રદેશ દ્વાર સુધી પોલીસ હાજર રહેશે. તેમજ મોબાઈલ વાન દ્વારા રાઉન્ડ ધ કલોક સતત પેટ્રોલીંગ રાખવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ મુખ્ય પાર્કિંગ તેમજ વેણેશ્વર પાર્કિંગ તથા સદભાવના ગ્રાઉન્ડમાં અલાયદી પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ તમામ વાહનોને સોમનાથ ટ્રસ્ટના એક્ઝિટ ગેટે પ્રજાપતિ ધર્મશાળા તરફ નવા બનેલ સિમેન્ટ રોડ ઉપરથી બહાર નીકળવાનું રહેશે. તથા વેણેશ્વર ચોકડીથી રીક્ષાઓની અવર-જવરને પ્રવેશબંધી કરવામાં આવી હોવાનુ એક યાદીમાં જણાવાયુ છે.