Suratમાં MMTHની કામગીરીના કારણે છ મહિના માટે કેટલાક રસ્તા બંધ રહેશે

Share:

Surat,તા.27 

સુરતમાં હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરીને કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. પરંતુ હવે આગામી છ મહિના સુધી સુરત તરફ આવતો વરાછા સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી ત્રણ રસ્તા સુધીના રસ્તા પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, અને વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે, પરંતુ આ રૂટ પર આવેલા દબાણો હટાવવા એ પાલિકા માટે પડકાર બની રહ્યો છે. આ પ્રતિબંધો અને ગેરકાયદે દબાણોના કારણે આગામી છ મહિના સુધી વધુ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી શકે તેવી શક્યતા નકારી શકાય નહિ.

સુરતમાં હાલ મેટ્રોની કામગીરીને કારણે અનેક રૂટ ડાયવર્ટ થઈ રહ્યા છે તેમાં હવે સુરત રેલ્વે સ્ટેશનને વધુ આધુનિક બનાવવા માટે MMTHની કામગીરી ચાલી રહી છે. આ માટે હાલમાં નવા ફ્લાય ઓવરબ્રિજ વરાછા ફ્લાયઓવર બ્રિજ સાથે જોડવા માટે કન્સ્ટ્રકશનની કામગીરી સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી સર્કલ સુધીના વિસ્તારમાં હાથ ધરવામાં આવશે. આ બ્રિજની કામગીરી છ મહિના સુધી ચાલે તેમ હોવાથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ કામગીરી છ માસ સુધી ચાલી શકે તેમ હોવાથી પોલીસ દ્વારા વરાછા સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તાથી વૈશાલી ત્રણ રસ્તા સુધીનો (સુરત શહેર તરફ જતો રસ્તો) એક તરફનો રસ્તો છ માસ માટે તમામ પ્રકારના વાહનોની અવર-જવર તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ જાહેરનામાના કારણે ખાનગી લકઝરી બસ હીરાબાગ સર્કલથી આગળ મિનીબજાર અને સેન્ટ્રલ વેરહાઉસ ત્રણ રસ્તા, તરફ રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીના સમય દરમ્યાન જઈ શકશે. ઉપરાંત વરાછા સેન્ટ્રલ વેરહાઉસથી વૈશાલી ત્રણ રસ્તા સુધી રોડની સાઇડમાં આવેલા ફૂટપાથ ઉપર દુકાનદારો, રાહદારીઓ માટે પગપાળા અવરજવર કરી શકશે. પોલીસે વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે, પરંતુ આ વૈકલ્પિક રૂટ પર અન્ય વિસ્તારની જેમ આ વિસ્તારમાં પણ ફૂટપાથ તથા રોડ પર દબાણ રહે છે તેથી પાલિકા અને પોલીસ માટે આ દબાણ દૂર કરવા મોટો પડકાર છે.

હેવી ટ્રક તથા ખાનગી લકઝરી બસ સિવાયના વાહનો હીરાબાગ જંકશન તરફથી સુરત રેલ્વે સ્ટેશન તરફ જતા તમામ પ્રકારના વાહનો સેન્ટ્રલ વેરહાઉસથી ડાબી બાજુ વળી આગળ સીધા જઈ વસંત ભીખાની વાડીથી જમણી બાજુવળી આશરે 20 મીટર આગળ જઈ ડાબી બાજુ વળી આગળ સીધા જઈ નિર્મલ છાયા કંમ્પાઉન્ડથી જમણી બાજુ વળી ત્રિકમ નગર સોસાયટી તથા સિદ્ધાર્થ નગર સોસાયટી વચ્ચેથી પસાર થતા TP રોડ ઉપર આગળથી ઉગમ નગર ત્રણ રસ્તા (શ્યામજીભાઈ કાળીદાસની વાડી) પાસે આવેલ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી આગળ સીધા જે.બી.ડાયમંડ સર્કલથી ડાબી બાજુ વળી આગળ સીધા જઈ લંબેહનુમાન પોલીસ ચોકીથી જમણી બાજુ આગળ સીધા જઈ પોદ્દાર આર્કેડથી ડાબી બાજુ વળી આયુર્વેદિક ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જઈ શકશે.

હેવી ટ્રક તથા ખાનગી લકઝરી બસ સિવાયના વાહનો હીરાબાગ જંકશનથી મિનીબજારથી જમણી બાજુ વળી માનગઢ ચોક, અંકુર ચાર રસ્તા, દેવજી નગર ત્રણ રસ્તાથી તા.09/05/2019ના પોલીસ કમિશ્નરના ભારે, માલ વાહક અને લક્ઝરી બસો માટેના જાહેરનામા મુજબ આપવામાં આવેલ છૂટછાટ મુજબના સમયગાળા દરમિયાન સુરત શહેરમાં આવતી હેવી ટ્રક અને લક્ઝરી બસો હીરાબાગ સર્કલથી જમણી બાજુ વળી વલ્લભાચાર્ય રોડ ઉપર થઈ તેની આજુબાજુના વિસ્તારોમાં અને ગૌશાળા સર્કલ થઈ કતારગામ તરફ જઈ શકશે. કાપોદ્રા વિસ્તાર, ગાયત્રી સર્કલ, સીતાનગર સર્કલ, બોમ્બે માર્કેટ તરફ જતી હેવી ટ્રકો અને લક્ઝરી બસો કાપોદ્રા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી (અથવા હીરાબાગથી ડાબી બાજુ વળી) શ્રીરામ મોબાઇલ, રચના સર્કલ, ગાયત્રી સર્કલ થઈ રેશ્મા સર્કલ, સીતાનગર કાપોદ્રા વિસ્તાર અને જૂની બોમ્બે માર્કેટ થઈ સુરત શહેરમાં જઈ શકશે. જોકે, ફરજ પરના પોલીસ વિભાગના, આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ, SMC અને સરકારી તમામ વાહનોને અવર-જવર કરવા માટે પ્રતિબંધમાંથી મુક્તિ રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *